• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ભુજમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા : 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત

ભુજ, તા. 5 : શહેરના હોસ્પિટલ રોડ પર માસ્ટર આઈડીથી આઈસીસી સીડબ્લ્યુસી લીગ-2 ઓડીઆઈ નામીબિયા અને યુએઈ વચ્ચેની મેચ પર સટ્ટો રમતા બે શખ્સને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી બે મોબાઈલ અને કાર મળી કુલ રૂા. 10,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં હોસ્પિટલ રોડ પર જીજે 12 એફસી 7727માં ક્રિકેટનો સટ્ટો રમતા ગૌતમ બળવંતભાઈ રાવલ (રહે. માધાપર) અને નિખિલ ચંદ્રકાંત ઠક્કર (રહે. જૂનાવાસ-માધાપર)ને પોલીસે ઝડપી પાડયા હતા. બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા કાર મળી કુલ રૂા. 10,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને વિરુદ્ધ જુગાર ધારા તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd