પુડુચેરી, તા. 5 : ઓસ્ટ્રેલિયા એ સામે પુડુચેરી
ખાતે રમાનારી ત્રણ વનડે મુકાબલાની શ્રેણી પૂર્વે ભારત એ ટીમને મોટો ફટકો પડ્યો છે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવી ઇજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે અને તેના
સ્થાને મધ્યમ ગતિના ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિકને ફિટનેસ ક્લિયરન્સ મળવાની શરતે
મૂળ સ્ક્વોડમાં સ્થાન મળ્યું હતું, પરંતુ બાલિંગ કરતી વખતે તેને હજુ પણ પીડા થતી હોવાથી મેદાન પર વાપસીની તેની
યોજના પર પાણી ફરી વળ્યું છે. તેના સ્થાને તક મેળવનારા 23 વર્ષીય સૂર્યાંશે ભારત માટે
3 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે.
જૂનમાં દામ્બુલા ખાતે શ્રીલંકા એ સામે સાતમા ક્રમે ઊતરીને તેણે 66 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત
અન્ય સ્પિન ઓલરાઉન્ડર અનુકૂલ રોયને નમન ધીરના સ્થાને ટીમમાં લેવાયો છે. જ્યારે નમન
ધીરને વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચ ટી20 મેચોની શ્રેણી માટે વાશિંગ્ટન સુંદરના સ્થાને ભારતીય સિનિયર
ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.