ભુજ, તા. 5 : નખત્રાણા તાલુકાના ખારડિયા
ગામની સીમમાં આવેલી જમીનમાં બોરના કેબલ, જેની અંદાજિત કિં. રૂા. 6,000ની કોઈ ચોર ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ નિરોણા પોલીસ મથકના
ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ખારડિયા ગામની સીમમાં ફરિયાદીની સર્વે નંબર 33વાળી જમીનમાં રખાયેલા બોરથી સ્ટાર્ટર સુધીના
200 ફૂટના એલ્યુમિનિયમના કેબલ જેની
અંદાજિત કિં. રૂા. 6,000ની કોઈ ચોર
ઈસમે ચોરી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.