• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

મગજ માટે ઉપયોગી શોધને દવાનો નોબેલ

સ્ટોકહોમ, તા. 5 : મગજને સમજવા માટે સંશોધનનો રસ્તો ખોલી આપતી `ઓપ્ટોજેનેટિક્સ' નામે ટેકનિક વિકસાવનાર ત્રણ વૈજ્ઞાનિકને 2026ના મેડિસીન (દવા)ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાશે. જર્મનીના પીટર હેગમેન, જોર્જ નાગેલ અને અમેરિકાના કાર્લ ડાઈસેરોથને આ પ્રતિષ્ઠિત સન્માન અપાયું છે. ઓપ્ટોજેનેટિક્સથી રોશનીની મદદથી મગજની અલગ - અલગ તંત્રિકા- કોશિકાઓને નિયંત્રિત કરવાનાં કામને સમજી શકાય છે. આ ટેકનિકથી હવે વૈજ્ઞાનિકો યાદશક્તિ, ભાવનાઓ અને વર્તનને વધુ સારી રીતે સમજી શકે છે. ડિપ્રેશન એટલે કે હતાશા જેવી માનસિક બીમારીઓ તેમજ મગજની અન્ય બીમારીઓ પર સંશોધન કરવું સરળ બન્યું છે. નોબેલ સમિતિના જણાવ્યાનુસાર, ત્રણેય વિભૂષિત વૈજ્ઞાનિકે વિકસાવેલી ટેકનિકનો ઉપયોગ આંખની બીમારીઓ માટે પણ કરાઈ રહ્યો છે.  વૈજ્ઞાનિકો એ જાણવાનો વ્યાયામ પણ કરી રહ્યા છે કે, `ઓપ્ટોજેનેટિક્સ'ની મદદથી દૃષ્ટિ ખોઈ ચૂકેલા લોકોને આંખોની રોશની પાછી આપી શકાય કે કેમ!

Ram Katha

Vyapar Utsav

Panchang

dd