અંજાર, તા. 4 : ગાંધીધામ-આદિપુર-અંજાર સહિત
જિલ્લાભરમાં ચાલતા અનેક વાહનોમાં તીવ્ર પ્રકાશ ફેંકતી ગેરકાયદેસર એલ.ઈ.ડી. લાઈટોને
વાહનો માટે દૂર કરવા અંજાર વિકાસ સમિતિ દ્વારા માંગ કરાઈ હતી. સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ કોટકે જિલ્લા કલેક્ટર, બોર્ડર રેન્જના આઈ.જી., રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના
સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર,
છકડા, ટેક્ટર, ફોર વ્હીલર સહિતના અનેક વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની ગેરકાયદેસર
અતિ તીવ્ર સફેદ એલ.ઈ.ડી. લાઈટો, ફ્લેશલાઈટો તેમજ એચ.આઈ.ડી. લાઈટો
લગાડવામાં આવી છે. આ લાઈટનો પ્રકાશ પડતાંની સાથે
વાહનચાલકને પાંચથી 10 સેકન્ડ માટે અંધાપો આવે છે. પરિણામે ગંભીર અકસ્માતો થઈ રહ્યા
છે. ખાસ કરીને રાત્રિના સમયે વૃદ્ધો, મહિલા અને બાળકો માટે રસ્તો ઓળંગવો મુશ્કેલીરૂપ
બને છે. આર.ટી.ઓ. અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત
ઉપક્રમે ઝુંબેશ ચલાવી ગેરકાયદેસર એલ.ઈ.ડી. લાઈટોને તાત્કાલિક ઉતારવામાં આવે તેની
સામે દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ આ પ્રકારની લાઈટો વેચતા અને ફિટિંગ કરી આપનારા ગેરેજો
અને દુકાનોમાં ચેકિંગ કરવા માંગ કરાઈ હતી. વધુમાં તેમણે આ અંગે લોકજાગૃતિ ઝુંબેશ ચલાવવા તેમણે માંગ કરી
હતી.