અંજાર, તા. 29 : સેવાભાવી અગ્રણી સ્વ. ભવાનજી
ચંદેની 28મી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં
નવીનીકરણ કરાયેલાં બી. એન. ચંદે સર્કલનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તેમનાં સેવાકાર્યોને
યાદ કરાયાં હતાં. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ભવાનજીબાપાને શ્રદ્ધાંજલિ
આપીને તેમના સેવાકાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે, વેપાર ઉદ્યોગ તથા ટ્રાન્સપોર્ટેશન અને શિક્ષણના
વિકાસ માટે હંમેશાં તેઓ જાગૃત અને સક્રિય રહેતા હતાઘ તેમના સેવાકાર્યો દરેક ક્ષેત્રે
શહેર અને સમાજનાં હિતમાં રહ્યાં છે, તેમની સેવાભાવના અને સમાજ
પ્રત્યેની લાગણી પ્રેરણારૂપ છે. આ પ્રસંગે અંજાર લોહાણા સમાજના આગેવાન વસંતભાઈ કોડરાણી,
ગાવિંદભાઈ કોઠારી, વિજય દેવશી, અંજાર તાલુકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખંડેકા, શહેર ભાજપ
પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ગોસ્વામી મહામંત્રી અશ્વિન સોરઠિયા,
નેતા આશિષ ઉદવાણી, પરેશભાઈ માલસત્તર, ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, દંડક ગિરીશ પરમાર,
જેસિસના પ્રમુખ તથા જૈન સમાજના આગેવાન ડેનીભાઇ શાહ, કાનજીભાઈ આહીર, પીન્ટુભાઇ ચંદે તેમજ મોટી સંખ્યામાં રાજકીય
તથા સામાજિક, વેપારી તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હતા. આ કાર્યક્રમ દરમિયાન અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિનભાઈ પંડયાનું ભવાનજી
ચંદેના પુત્ર મહેન્દ્રભાઈ ચંદે દ્વારા સન્માન કરીને તેમના સહયોગ અને સેવાભાવની કદર
કરી હતી. કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાંત પલણ દ્વારા કરવામાં આવ્યું હતું પરિવાર વતી
જયશ્રીબેન ચંદે, કિશોર ખટાઉ, આશા ઠક્કર
દ્વારા ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરાયો હતો.