• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

તુણામાં કિશોરી સાથે જાતીય સતામણી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 29 : અંજારના તુણામાં એક કિશોરીને રોકી તેની સાથે અડપલાં કરી જાતીય સતામણી કરતા ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. કંડલા પોલીસ મથક હેઠળ આવતા તુણા ગામમાં ગત તા. 17/8ના રાત્રિના 8થી 8.20ના અરસામાં આ બનાવ બન્યો હતો. એક કિશોરી નાસ્તો લેવા જઇ રહી હતી ત્યારે તેને સુલ્તાન સિદિક ચેલા, અનવર સિધિક ચેલા તથા રસિદ સિદિક ચેલા નામના શખ્સોએ રોકાવી હતી અને અડપલાં કરી જાતીય સાતમણી કરી હતી. કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd