ભુજ, તા.29 : વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે
સેવા સંકલ્પ અભિયાન અન્વયે ભુજ પાલિકા કક્ષાનો વોર્ડ નં. 7થી 11નો સેવાસેતુ કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. સુધરાઈ પ્રમુખ
શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર,
કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, શાસકપક્ષના નેતા
ધર્મેશભાઈ ગોર, દંડક રૂપલબેન ચાવડાએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને
ખુલ્લો મૂક્યો હતો. પાલિકા પ્રમુખ શ્રી શાહ અને કારોબારી ચેરમેન શ્રી ગઢવીએ જણાવ્યું
હતું કે, નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સરકાર
લોકોના દ્વારે પહોંચે અને એક જ સ્થળે તમામ સુવિધાઓ લોકોને મળે તે સેવાસેતુની સફળતા
છે. આ તકે જન્મ, મરણ, આવકના દાખલા,
રાશનકાર્ડ, આધારકાર્ડ સહિત વિવિધ સેવાઓની 412 અરજીનો સ્થાનિકે જ નિકાલ કરાયો
હતો. આ પ્રસંગે પાલિકાઓના પ્રાદેશિક કમિશનર રાજેશ કુચરા વગેરે હાજર રહ્યા હતા. દક્ષેશભાઈ
ભટ્ટ, કિશોર શેખા સહિત પાલિકા સ્ટાફ સહયોગી બન્યો
હતો. સંચાલન મનુભા જાડેજાએ, આભારવિધિ કમલભાઈ ગઢવીએ કરી હતી.