• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં બે રજત બદલ રાજ્યની ખેલાડીને સન્માનતી સરકાર

અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી): એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શાટિંગમાં બે રજતચંદ્રક જીતવા બદલ ગુજરાતની પ્રતિભાવાન ખેલાડી ઇલાવેનિલ વાલારીવને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1.33 કરોડનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં મહિલા 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં બે રજત ચંદ્રક જજીત્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની ખેલપ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જરૂરી તમામ તાલીમ-સુવિધાઓ ગુજરાત સરકાર તૈયાર છે. જ્યારે કોઈ દીકરો કે દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે છે. તેમના માતા-પિતાનું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. ઇલાવેનિલ વાલારીવનને ખેલ જગતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના અને ઓલિમ્પિક પ્રોત્સાહન અંતર્ગત કુલ રૂ. 1.33 કરોડ અને યોજના તથા ખેલ મહાકુંભ જેવી યોજનાઓ અંતર્ગત રૂ. 74 લાખની સહાય આપવામાં આવી છે. તેમને કુલ રૂ. 2.41 કરોડની પ્રોત્સાહક રકમથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પ્રતિભાશાળી ખેલાડી રાઇફલ શાટિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહી છે. ગુજરાત સરકારની `શક્તિદૂત યોજના' સાથે વર્ષ 2017-18થી જોડાયેલી ઇલાવેનિલ હાલમાં આ યોજના અંતર્ગત 'અ' કેટેગરીમાં સ્થાન ધરાવે છે અને રાજ્યના ખેલ જગતમાં એક અગ્રણી ચહેરો બની છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd