• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

`જમ્મુ-કાશ્મીર ભારતનું'; તુર્કીને સ્પષ્ટ જવાબ

નવી દિલ્હી, તા. 29 : ભારતે યુએનજીએમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કાશ્મીર અંગે આપેલાં નિવેદનને નકારી કાઢ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. તે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનો મામલો છે. પત્રકારોને સંબોધતાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, તમે કદાચ નોંધ્યું હશે કે જે ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો છે તે તુર્કીના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. ભારત યુએન સામાન્ય સભામાં  ભારત અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર વિશે તુર્કીના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને નકારી કાઢે છે.  જયસ્વાલે કહ્યું હતું કે, `જેમ તમે સમજી શકો છો, આ મામલો ભારતની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત છે, અને આ મુદ્દામાં કોઈપણ બાહ્ય પક્ષનો કોઈ અધિકાર કે ભૂમિકા નથી.' ઉલ્લેખનીય છે કે ગત 24મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રને સંબોધિત કરતાં એર્દોગને કહ્યું હતું કે  કાશ્મીર સહિતના તમામ વિવાદોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સંબંધિત પ્રસ્તાવોના દાયરામાં વાતચીત દ્વારા ઉકેલવામાં આવે એ દક્ષિણ એશિયા માટે જરૂરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd