• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ચેક પરતના કેસમાં અટડાના આરોપીને છ માસની કેદની સજા

ભુજ, તા. 29 : ચેક પરતના કેસમાં લખપત તાલુકાના અટડાના આરોપી હેમરાજ ભીમજી સોઢાને છ માસની સાદી કેદનો ચુકાદો કોર્ટે આપ્યો છે. નખત્રાણાના ફરિયાદી જેન્તીલાલ દામજીભાઇ ઠક્કર પાસેથી હેમરાજ ભીમજી સોઢા (રહે. અટડા, તા. લખપત)એ રૂા. 1.75 લાખ માર્ચ-2025માં હાથઉછીના લીધા હતા, જે ચૂકવવા આપેલો ચેક પરત ફરતાં ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં નખત્રાણાના અધીક ચીફ જ્યુ. મેજિ. એ.ડી. રાવે આરોપી હેમરાજને તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજા તથા દંડ અને દંડ ન ચૂકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદ પક્ષે વકીલ વી.આર. ગઢવી, જે.વી. ગઢવી, એચ.ડી. ગઢવી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd