• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

સીઆઇએસએફ સૈનિકનો ગોળીબાર : ચાર મોત

જમ્મુ, તા. 29 : જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલા બસોલીમાં સીઆઇએસએફ કેમ્પમાં અવધેશ કુમારસિંહ નામના એક સૈનિકે સહકર્મીઓ પર ગોળીઓ વરસાવી હતી. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર જણનાં મોત થયાં હતાં. આ પરિસ્થિતિ કેમ સર્જાઇ અને દુર્ઘટના કેમ બની તેનું કારણ હજુ સામે આવ્યું નથી. આ પ્રકરણે તપાસ ચાલુ છે અને સીઆઇએસએફના મુખ્ય મથકે કોર્ટની તપાસનો આદેશ આપ્યો છે. સીઆઇએસએફના ડીજી આ મામલે દેખરેખ કરી રહ્યા છે. પ્રાથમિક તબક્કે અંગત કારણોસર ગોળીબાર થયો હોવાનું મનાય છે. જો કે, આ ઘટના કયા કારણોસર થઇ તે જાણવા મળ્યું નથી. કઠુઆ જિલ્લા પોલીસની એક ટુકડી ઘટનાસ્થળે ધસી ગઇ હતી. મરણજનાર ચાર વ્યક્તિઓમાં સીઆઇએસએફના નાયબ કમાન્ડન્ટ કક્ષાના અધિકારીનો પણ સમાવેશ થાય છે. ફરજનો સમય પૂરો થતો હતો ત્યારે સૈનિકો વચ્ચે થયેલી રકઝકના કારણે એક જણે તેની સાથે કામ કરનારા લોકો પર ગોળીબાર કર્યે હતો એવી માહિતી મળી હતી. આ મામલે સીઆઇએસએફ મુખ્યાલયે કોર્ટ તપાસનો આદેશ આપ્યો હતો, જે સંદર્ભે ડીજી દ્વારા દેખરેખ કરાઇ રહી છે. આ વિસ્તાર હિમાચલ પ્રદેશની સરહદને અડીને આવેલો છે, જે ચંબા જિલ્લાને  જોડે છે. અધિકારીઓએ કહ્યું હતું  કે, કઠુઆમાં સેવા-2 હાઇડ્રોઇલેકિટ્રક પ્રોજેકટ એકમમાં સીઆઇએસએફના જવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમ્યાન 2009 બેચના એક હેડ કોન્સ્ટેબલે સીઆઇએસએફના ચાર સૈનિકો પર ગોળીબાર કર્યો હતો, જેમા તેમનાં મોત થયાં હતાં. આ બનાવ સાંજે સાત વાગ્યા આસપાસ બન્યો હતો. આરોપી હેડકોન્સ્ટેબલને પોલીસને સોંપી દેવાયો હતો અને બાદમાં સીઆઇએસએફએ આંતરિક તપાસ આરંભી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd