અંજાર, તા. 29 : અંજાર તાલુકાના વીડી ગામે હનુમાન
ગુફા ખાતે બ્રહ્મલિન રામા ધાર સિદ્ધાંત શાસ્ત્રી મહારાજની સ્મૃતિમાં ત્રિદિવસીય હનુમંત
કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ મહેતા એ કથાનું રસપાન
કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા યદુવંશી સોરઠીયા આહિર
ખોડીયાર ગોપી મંડળ દ્વારા દાતાઓના સાત સહકારથી આ ધાર્મિક આયોજન થયું હતું. કથા પૂર્ણ
થયા બાદ હિસાબ હનુમાન ગુફા ના મહંત કિર્તીદાન બાપુ અને ટ્રસ્ટી મંડળને આપવામાં આવ્યો
હતો આવકમાંથી તમામ ખર્ચ પૂર્ણ થયા બાદ 7,38,101 રૂપિયાની બચત રહી હતી. તે મહંતને ધાર્મિક કાર્યો માટે અર્પણ
કરવામાં આવી હતી આ રકમમાંથી 2.15 લાખ ખોડીયાર
મંડળને પરત આપવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ આગામી ધાર્મિક અને સામાજિક કાર્યો માટે કરવામાં
આવશે હિસાબ જીતેન્દ્ર ચોટારા દ્વારા રજૂ કરાયા હતા. આ પ્રસંગે શામજીભાઈ વાઘમશી, કાંતિભાઈ કાતરીયા, ભાવિક
વાઘમશી, મોહન બાંભણિયા, વિનોદ હડિયા સહિતના
આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.