• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

સાંસદ સંપર્ક સદનની કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ મુલાકાત લીધી

ભુજ, તા. 14 : કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભુજ ખાતે સાંસદ સંપર્ક સદન કાર્યાલયની મુલાકાત લઈ સાંસદ સન્માન સંગ્રહાલય, લાયબ્રેરી, સોશિયલ મીડિયા પ્રવૃત્તિ, લોકસંપર્ક પ્રવાસ સહિતની વિગતો મેળવી હતી. સોમવારના સાંસદ સંપર્ક સદન કાર્યાલય ખાતે મુલાકાત દરમિયાન મંત્રીનું સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સાંસદ વિનોદ ચાવડા વિકાશશીલ પ્રવૃત્તિઓ, લોક કલ્યાણનાં કામો, ફાળવેલી ગ્રાન્ટ, વિવિધ પ્રોગ્રામો, વર્ષ 2014થી આજ દિવસ સુધીના 12 વર્ષની મુખ્ય કામગીરીનો અહેવાલ રિપોર્ટ, ઓફિસની અલગ-અલગ વિભાગોમાં લોક કલ્યાણ માટે પત્રવ્યવહાર વગેરે અંગે માહિતી આપી હતી. મંત્રીએ સ્ટાફ તથા મુખ્ય મહેમાનો સાથે સંવાદ કરી પર્યાવરણ જાળવણી અને પ્રકૃતિ સંરક્ષણ માટે જનભાગીદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. આ પ્રસંગે ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd