• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

માધાપરની સગીરાને ફરવા લઇ જઇ દુષ્કર્મની ફરિયાદ

ભુજ, તા. 14 : તાલુકાના માધાપરની સગીરા સાથે દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે સગીરાની માતાએ ગઇકાલે માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 13 વર્ષ અને બે માસની સગીર વયની દીકરીને તા. 13/9ના બપોરે આરોપી ઇસ્માઇલ ભચલશા સૈયદ ઉર્ફે બાપુ (રહે. ધારાવા હનુમાન મંદિર પાસે, જૂનાવાસ, માધાપર)એ સાથે ફરવા આવવાની લાલચ આપી પોતાની સાથે લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે પોક્સાહે અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઇ એ. કે. જાડેજાએ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd