ભુજ, તા. 14 : ચેક પરત ફરવાના કેસમાં આરોપી
જયેશ મહેન્દ્રભાઈ રામાવતને કોર્ટે કસૂરવાના ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી
છે. આ કેસની ટૂંક વિગત મુજબ આરોપી જયેશે ફરિયાદી રાજેશ શ્યામભાઈ પવાર (રહે. નવાવાસ, સુખપર, તા. ભુજ) પાસેથી
રૂા. એક લાખ લીધા હતા જેના પેટે આપેલો ચેક પરત ફરતા ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો
હતો. ભુજના ચીફ જ્યુ. મેજિ. એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા
રૂા. 1,10,000નું વળતર અને વળતર ન ચૂકવે
તો વધુ બે માસની સાદી કેદનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદીના વકીલ તરીકે આર.એસ. ગરવા હાજર
રહ્યા હતા.