• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

કેન્દ્રીય મંત્રીએ પોતે ગાડી ચલાવી

નલિયા,તા 14 : નલિયા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) અભયારણ્યની મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનો અનોખો  ઉત્સાહ જોવા મળ્યો હતો. અભયારણ્યની પરિસ્થિતિ અને વન્યજીવોનાં સંરક્ષણની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય મંત્રીએ વન વિભાગની બોલેરો જીપનું સ્ટિયરિંગ જાતે સંભાળ્યું હતું. કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે પોતે ગાડી ચલાવીને અભયારણ્યમાં ફરીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની બાજુની સીટ પર ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા રહ્યા હતા. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના કાફલા વચ્ચે કેન્દ્રીય મંત્રીએ પોતે વાહન હંકારીને નલિયાના ગ્રાસલેન્ડ અને ઘોરાડના કુદરતી રહેઠાણ વિસ્તારોનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો. અભયારણ્યના ખૂણે-ખૂણામાં જાતે ગાડી ચલાવીને પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ સ્થાનિકે ઊગતા ઘાસ, ઘોરાડના સંવર્ધન માટે કેન્દ્રીય અને રાજ્ય સ્તરે ચાલી રહેલા પ્રયાસો તેમજ વન વિભાગની ક્ષેત્રીય કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય મંત્રીના આ ઉત્સાહી અંદાજે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ નવો જોશ અને ઉત્સાહ ભરી દીધા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd