નવી દિલ્હી, તા. 14 : દુબઈમાં રમાયેલી
વિમેન્સ ઝ20 એશિયા કપની ફાઇનલ મેચ બાદ ભારતીય
મહિલા ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડને આઈસીસી દ્વારા સજા ફટકારવામાં આવી છે. મેચ દરમિયાન
બોર્ડની કોડ ઓફ કંડક્ટના નિયમોના ઉલ્લંઘન બદલ ક્રાંતિ પર મેચ ફીનો 10 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.
શ્રીલંકાની ઇનિંગની પહેલી જ ઓવરમાં બેટ્સમેન ઈમીશા દુલારીને આઉટ કર્યા બાદ ક્રાંતિએ
અત્યંત આક્રમક અંદાજમાં તેને પેવેલિયન તરફ જવાનો ઈશારો કરીને ઉજવણી કરી હતી, જેને પગલે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી
છે.