• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

અજીત અગરકરના ભવિષ્ય અંગે ટૂંકમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી, તા. 14 : ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરના ભવિષ્યને લઈને હવે ટૂંક સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અગરકર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પદાધિકારીઓ વચ્ચે તેમના કાર્યકાળના વિસ્તરણ અંગે ચર્ચા થવાની છે. અગરકર અને બીસીસીઆઈના પદાધિકારીઓ આગામી બે દિવસમાં વાતચીત કરશે. તેમના કાર્યકાળ વધારવા અંગેની આગામી રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. હાલ તો બંને પક્ષો હાલમાં કાર્યકાળ વધારવાને લઈને હકારાત્મક વલણ ધરાવે છે. અગરકરને 4 જુલાઈ 2023ના રોજ બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ જૂન 2026માં પૂર્ણ થવાનો હતો, પરંતુ બોર્ડે તેમને થોડા મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. હવે તેમનો વર્તમાન કાર્યકાળ 4 ઓક્ટોબરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેમને હજી એક વર્ષ મળી શકે છે. આ જ સમયગાળા દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. જ્યારે, રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જ અલવિદા કહી દીધું હતું. આટલું જ નહીં, 2026માં ટી20 વર્લ્ડ કપ જિતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટૂર્નામેન્ટ બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને રોહિત પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd