• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

જોકોવિચ એટીપી રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર

ન્યૂયોર્ક, તા. 14 : યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ નોવાક જોકોવિચને આંચકાજનક હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામે તાજા એટીપી રેન્કિંગમાં તે ટોપ-10માંથી બહાર થઈને 12મા સ્થાને સરકી ગયો છે. આ સાથે 22 વર્ષ બાદ બિગ થ્રીનો યુગ સમાપ્ત થયો છે. 2002 પછી ટેનિસ જગતમાં પ્રથમ વખત બિગ થ્રી એટલે કે જોકોવિચ, રાફેલ નદાલ અને રોજર ફેડરરમાંથી કોઈ પણ ખેલાડી એટીપી રેન્કિંગના ટોપ-10માં સામેલ નથી. ફેડરરે વર્ષ 2022માં નિવૃત્તિ લીધી હતી, રાફેલ નદાલે 2024માં રમતને અલવિદા કહી દીધું હતું. જ્યારે નોવાક જોકોવિચ 39 વર્ષની ઉંમરે પણ રમી રહ્યો છે રોજર ફેડરર પ્રથમ વખત ઓક્ટોબર 2002માં ટોપ 10માં પ્રવેશ્યો હતો અને વર્ષ 2016ના અંત તેમાં હતો. તે 237 સપ્તાહ સુધી વર્લ્ડ નંબર 1 રહ્યો હતો. બીજી તરફ, નદાલ એપ્રિલ 2005માં પહેલીવાર રેન્કિંગના ટોપ-10માં આવ્યો હતો, તેણે માત્ર 18 વર્ષની ઉંમરે ક્લે કોર્ટ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. નદાલ વર્ષ 2023 સુધી ટોપ-10માં રહ્યો હતો અને તેણે સતત 912 સપ્તાહ સુધી ટોપ-10માં રહેવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd