ચિંચપોકલી, તા. 14 : મહારાષ્ટ્ર સહિત દેશભરના શ્રધ્ધાળુઓના
દેવ ગણેશ ચતુર્થીના ગણેશ ચતુર્થીના દિવસથી આરંભાયેલા પાવન પર્વોત્સવના અવસરે આજે અદાણી
એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન
લિ.ના મેનાજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ સહપરિવાર
`ચિંચપોકલી ચા ચિંતામણી' ખાતે પૂજા-અર્ચના કરી હતી. મુંબઇના વિખ્યાત
'ચિંચપોકલી ચા ચિંતામણી'નો 107મા વર્ષમાં પ્રવેશ પસંગે ગણનાયકની
પૂજા-અર્ચના કરવાની પ્રાપ્ત થયેલી તકને ધન્ય ઘડી જણાવી અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર
અને એગ્રો, ઓઇલ એન્ડ ગેસ કં5નીના મેનાજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું
હતું કે `ચિંચપોકલી સાર્વજાનિક ઉત્સવ મંડળ સાથે જોડાવાનું
સદભાગ્ય મળ્યું આ ઉત્સવ ભક્તિભાવનો સમૃદ્ધ વારસો,
એકતા અને મુંબઈના સાંસ્કૃતિક ધબકારનું પ્રતીક તરીકે ઉજવાઇ રહ્યો છે.
ગણેશ ચતુર્થીને ઘર આંગણાની વિધિમાંથી સાર્વજાનિક ઉત્સવમાં પરિવર્તિત કરનાર સ્વાતંત્ર્ય
સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકે 1890ના દાયકામાં સ્થાપેલી ગણેશોત્સવની ઉજવણીના પરંપરાગત વારસાને
છેલ્લા 106 વર્ષથી આગળ ધપાવઇ છે. મુંબઈના
બીજા ક્રમના સૌથી જૂના `ચિંચપોકલી
ચા ચિંતામણી' સાર્વજનિક ગણપતિ મંડળના
મૂળ શહેરના ભૂતકાળના કાપડ ઉદ્યોગના મુખ્ય વિસ્તારો પરેલ, ગિરગાંવ
અને લાલબાગ સાથે જોડાયેલા છે. દર વર્ષે અવનવા વિષયોને જોડવા માટે પ્રખ્યાત આ મંડળ દ્વારા
ચાલુ સાલે ગણેશોત્સવની ઉજવણીમાં દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની ભવ્યતાનો અનુઠો સંગમ
રચવામાં આવ્યો છે.