• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

મુંદરા તા.ના બે તલાટીને માહિતી આયોગથી દંડનો આદેશ

મુંદરા, તા. 14 : ગુજરાત માહિતી આયોગ દ્વારા મુંદરા તાલુકાનાં નવીનાળ ગ્રામ પંચાયતના તલાટીને  રૂા. 10,750નો દંડ અને ભુજપુરના તલાટીને રૂા. 16,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રકમ અંગત ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે. રાજ્ય માહિતી કમિશનરે આપેલા આદેશ મુજબ અરજદારોને માહિતી ન આપવા તેમજ માહિતી અધિકાર અધિનિયમ-2005ના કાયદાનું નિયમાનુસાર પાલન ન કરવા બદલ ગુજરાત માહિતી આયોગ દ્વારા નવીનાળ તલાટી એમ.એ. સોઢાને રૂા. 10,750નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે ભુજપુરના તલાટી ડી.આર. સોઢાને રૂા. 16,000ના દંડનો આદેશ કરાયો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd