નવી દિલ્હી, તા. 14 : ઇંગ્લેન્ડ
સામેની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનનો 0-3થી વ્હાઇટ વોશ થયો છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ પહેલાં પાકિસ્તાન
ક્રિકેટ બોર્ડે સરફરાઝ અહેમદને કાચિંગની જવાબદારીમાંથી હટાવી દીધા હતા અને સાત ખેલાડીઓને
પણ પરત ઘરે મોકલી દીધા હતા. બાદમાં પાકિસ્તાનના વ્હાઇટ-બોલ કોચ માઇક હેસનને બર્મિંગહામમાં
ત્રીજી ટેસ્ટ માટે ટીમની જવાબદારી સંભાળવા બોલાવવામાં આવ્યા હતા. હવે સિરીઝ પૂરી થયા
બાદ હેસને સ્પષ્ટ કર્યું છે કે જો તેમને પાકિસ્તાનની ટેસ્ટ ટીમનો કાયમી કોચ બનવાની
તક મળશે તો તેઓ આ ભૂમિકા ભજવવા તૈયાર છે. હેસને
કહ્યું, અત્યારે તો મે વિચાર્યું નથી. હું પરત ફરું
તેના એકાદ અઠવાડિયા પછી એશિયન ગેમ્સ શરૂ થવાની છે અને મારું મુખ્ય ધ્યાન તેના પર છે.
ત્યાર પછી ટેસ્ટ ટીમ વિશે આગળ ચર્ચા થશ. લાગે છે કે આ બાબતે વાત થશે. તેમણે આગળ કહ્યું, `હું તેના માટે ચોક્કસપણે તૈયાર રહીશ. મને
ટેસ્ટ ક્રિકેટ પસંદ છે અને મને લાગે છે કે પાકિસ્તાનની ક્રિકેટ સિસ્ટમમાં પૂરતું ટેલેન્ટ
રહેલું છે.