• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

સીણિયાડો અને ડુમાડોમાં 147 પશુની સારવાર

ભુજ, તા. 12 : કામધેનુ યુનિવર્સિટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજના પશુ સારવાર સંકુલ પશુપાલન ખાતું-ભુજ અને એગ્રોસેલ કેન્દ્રના સંયુક્ત પ્રયાસથી તા. 10ના ભુજના સીણિયાડો અને ડુમાડો ગામોમાં પશુ પ્રજનન, આરોગ્ય અને વંધ્યત્વ નિવારણ (ફર્ટિલિટી ઈપ્રુવમેન્ટ પ્રોગ્રામ) કેમ્પનું આયોજન કરાયું હતું. સીણિયાડો ખાતે 293 અને ડુમાડો  454 જેટલા પશુને વિવિધ સારવાર અપાઈ હતી. કેમ્પમાં ડો. કે.કે. હડિયા (પ્રાધ્યાપક અને વડા, વીસીસી) દ્વારા 121 ગાયો-ભેંસોમાં વંધ્યત્વ અને ગર્ભાશયને લગતા રોગોનું નિદાન અને સારવાર આપી રોગોના અટકાવ માટે પશુપાલકોને જાગૃત કરાયા હતા. ડો. મિતુલ ઠાકર (મદદનીશ પશુપાલન નિયામક) અને ડો. એચ.પી. વિજયેતા (સહ પ્રાધ્યાપક) દ્વારા 79 પશુમાં મેડિસિન અને સર્જરીને લગતા વિવિધ રોગોનું નિદાન તથા સારવાર તથા ડો. સૂચિત પંડયા (મદદનીશ પ્રાદ્યાપક)એ કૃમિજન્ય રોગોના પરીક્ષણ માટે 35 ભેંસના મળના, દૂધના 20 અને લોહીના 15 નમૂના લઈ 550 પશુમાં કૃમિનાશક દવા આપી જુદા-જુદા કૃમિજન્ય રોગોથી થતું આર્થિક નુકસાન બાબતે પશુપાલકોને જાગૃત કરાયા હતા. નિકુલ ચોધરી અને પ્રતાપભાઈ ચાવડા (પશુધન નિરીક્ષક, એગ્રોસેલ કેન્દ્ર) દ્વારા આ કેમ્પમાં ખાસ યોગદાન અપાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd