મુંબઈ, તા.3 : મુંબઈમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ
રિડેવલપમેન્ટની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અથવા આગામી સમયમાં રિડેવલપમેન્ટ અંગે
વિચારણા કરી રહી છે. આવા સમયે સોસાયટીના સભ્યો, હોદ્દેદારો અને રહેવાસીઓને પોતાના કાનૂની હકો, મિલકત
સાથે સંકળાયેલાં હિતો, ડેવલપર સાથેના કરારની શરતો તેમજ સમગ્ર
રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવાની કાનૂની અને નાણાકીય બાબતોની યોગ્ય સમજ
હોવી અત્યંત જરૂરી છે. આ જ હેતુસર કચ્છી એડવોકેટ્સ વેલ્ફેર એસોસિએશન (ઊંઅઠઅ) અને વ્યાપાર
- જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપર્સના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાનૂની માર્ગદર્શક રિડેવલપમેન્ટ
સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. - રિડેવલપમેન્ટ મહત્ત્વનો નિર્ણય : રિડેવલપમેન્ટ માત્ર જૂનાં મકાનને તોડીને
નવું મકાન બનાવવાની પ્રક્રિયા નથી, પરંતુ તે સોસાયટીના સભ્યોની જીવનભરની કમાણી, મિલકતના
હકો, નાણાકીય હિતો અને ભવિષ્યની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતો
મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. રિડેવલપમેન્ટનાં મોટાં વચનો અને આકર્ષક ઓફરો વચ્ચે કાયદાકીય
દસ્તાવેજો, કરારની શરતો અને સભ્યોના અધિકારો અંગે પૂરતી જાણકારી
ન હોય તો ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી, કોઈપણ મહત્ત્વપૂર્ણ
નિર્ણય લેતાં પહેલાં કાનૂની નિષ્ણાતો પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવવું અત્યંત ઉપયોગી
બની શકે છે. - નિષ્ણાતો
સાથે ચર્ચાની તક : આ વિશેષ સેમિનારમાં
રિડેવલપમેન્ટ સાથે સંકળાયેલા કાનૂની પ્રશ્નો અને સભ્યોના હકો અંગે અનુભવી કાનૂની નિષ્ણાતો
દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. દરેક મુદ્દા
અંગે નિષ્ણાતો સાથે સીધી ચર્ચા કરવાની તક મળશે. - આ છે સિનિયર એડવોકેટ્સ : સેમિનારમાં એડવોકેટ શૈલેશ શાહ - વરિષ્ઠ
કાઉન્સિલ, બોમ્બે હાઈકોર્ટ; એડવોકેટ
અનિલ ગાલા - આઈ.પી.પી., KAWA; ; એડવોકેટ અરુણા સાવલા - ભૂતપૂર્વ મુખ્ય કાનૂની અધિકારી, BMC તથા પ્રમુખ - KAWA; એડવોકેટ ભાવિક લાલન - કાઉન્સિલ, બોમ્બે હાઈકોર્ટ તથા સંયુક્ત સચિવ, KAWA; એડવોકેટ નીલ અનિલ ગાલા, ખજાનચી, KAWAઅને આર્કિટેક્ટ
મનોજકુમાર દુબલ - .E. (Civil) સહિતના
અનુભવી નિષ્ણાતો માર્ગદર્શન આપશે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ્રી હાર્દિકભાઈ
મામણિયા, વ્યાપારના તંત્રી ક્રિષ્ણા શાહ, જન્મભૂમિના અર્પિત ગંગર, KAWAના ઉપપ્રમુખ - સોલિસિટર પીયૂષ શાહ, KAWAના મંત્રી
વિનોદ શાહ વગેરે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. - સેમિનાર : આ સેમિનાર રવિવાર, 6 સપ્ટેમ્બરના
સવારે 09:30 કલાકથી ઝવેરબેન પોપટલાલ સભાગૃહ
ઓડિટોરિયમ, ઘાટકોપર (પૂર્વ),
મુંબઈ ખાતે યોજાશે. કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક છે અને રસ ધરાવતા સોસાયટી
સભ્યો, રહેવાસીઓ તથા રિડેવલપમેન્ટ અંગે વિચારણા કરી રહેલા લોકોને
સેમિનારનો લાભ લેવા જાહેર આમંત્રણ છે. વધુ માહિતી માટે 7211189211 / 9773380708 પર સંપર્ક
કરી શકાશે. આ સેમિનારનો
સંદેશ સ્પષ્ટ છે - રિડેવલપમેન્ટનો નિર્ણય લેતાં પહેલાં પોતાના હકો, કાયદા અને મિલકતનાં હિતોને સમજો, કારણ કે યોગ્ય માહિતી સાથે લેવાયેલો નિર્ણય જ ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે
છે. - રિડેવલપમેન્ટ
પહેલાં આ સવાલોના જવાબ જાણો : શું તમને ખબર છે કે RERA કાર્પેટ એરિયા'નાં નામે કેટલા ચોરસ ફૂટનું ગણિત બદલાઈ શકે છે? - ડેવલપરનું ભાડું અટકી જાય તો સોસાયટીના સભ્યો પાસે કયા કાનૂની
વિકલ્પો છે?
- પ્રોજેક્ટમાં વિલંબ થાય તો ડેવલપર પર દંડ
લાદવા અથવા એગ્રીમેન્ટ રદ કરવા અંગે કયા કાનૂની હકો ઉપલબ્ધ છે? - ‘PAAA’ (પ્રોજેક્ટ એગ્રીમેન્ટ) પર સહી કરતાં પહેલાં દસ્તાવેજના
કયા ઝીણા મુદ્દાઓ તપાસવા જરૂરી છે? - બિલ્ડરના ભરોસે રહેવા કરતાં સોસાયટી પોતે
સેલ્ફ - રિડેવલપમેન્ટ કરીને વધુ લાભ મેળવી શકે છે કે નહીં? - સેમિનારમાં
ચર્ચાનારા મુખ્ય મુદ્દાઓ : રિડેવલપમેન્ટમાં
ભાડૂતો અને સોસાયટીના સભ્યોના હકો તથા જરૂરી કાનૂની તકેદારી. - ડેવલપરની પસંદગી અને બિલ્ડર સાથે કરાર કરતાં
પહેલાં તપાસવાનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓ. - ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ / PAAAમાં સહી કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો. - PMC / આર્કિટેક્ટ તથા એડવોકેટ
/ સોલિસિટરની નિમણૂક કયા તબક્કે કરવી જોઈએ. - ભાડું અટકી જાય અથવા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થાય ત્યારે કાનૂની
ઉપાયો. - પ્રોજેક્ટ અધવચ્ચે અટકી જાય ત્યારે નવો
ડેવલપર નિયુક્ત કરવાની શક્યતા અને પ્રક્રિયા. - ડેવલપરને ટર્મિનેટ / એગ્રીમેન્ટ રદ કરવાની કાનૂની પ્રક્રિયા. - RERA કાર્પેટ એરિયા, Incremental FSI,, પાર્કિંગ હકો,
કોર્પસ ફંડ અને હિડન કોસ્ટ જેવા મુદ્દાઓ. - BMC Actનીં Section 354 સંબંધિત બાબતો તથા TAG Report અંગે માર્ગદર્શન. - જયહર - Self - Redevelopmentનાં વિકલ્પો અને તેમાં સોસાયટી માટે રહેલી શક્યતાઓ.