ભુજ, તા. 25 : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટીતંત્ર
કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ભુજ ખાતે `સંસ્કૃત ગૌરવ યાત્રા'નાં આયોજન સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
કરાયો હતો. શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં કચ્છ-મોરબીના
સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,
આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, આઈ.એ.એસ. અધિકારી
માર્ગીબેન શાહ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી,
ભુજ તાલુકાના પ્રાંત અધિકારી મહેશભાઈ નાકિયા, કચ્છ
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર, કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત
વિભાગના અધ્યક્ષ કશ્યપભાઈ ત્રિવેદી, શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર,
ડાયટના રક્ષાબેન મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના
ઈ.આઈ. પી. જી. ઝાલા, મહેશદાન ગઢવી, જિલ્લા
શિક્ષણ અધિકારી કચેરીના એઈઆઈ પરેશ અજાણી, ઉમર ફારૂક ખીરા સહિતના
મહાનુભાવો તેમજ સંસ્કૃત ભારતી તથા આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા
હતા. પ્રારંભે ઇન્દિરાબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ સંસ્કૃત ગરબા રજૂ કર્યા હતા,
સાંસદ શ્રી ચાવડાએ સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે સરકાર દ્વારા
કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે માહિતગાર કર્યા હતા, ભુજના
ધારાસભ્ય શ્રી પટેલે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેની પ્રાસંગિકતા અંગે પોતાના વિચારો
વ્યક્ત કર્યા હતા. આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સ્વામીજીએ પણ સંસ્કૃત ભાષાના
ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ અંગે ઉદ્બોધન કર્યું
હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.
સમગ્ર યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના સૂત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો તથા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. હમીરસર તળાવ ખાતે યોજાયેલા
સમાપન કાર્યક્રમમાં વી.ડી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ગીતનું ગાન કરવામાં
આવ્યું હતું, જ્યારે માતૃછાયા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા
ભરતનાટયમ નૃત્ય રજૂ કર્યું હતું. સંચાલન રોમનભાઈ વાણંદ તથા અનિરુદ્ધાસિંહ જાડેજાએ,
અખિલેશભાઈ આર્યએ આભારવિધિ કરી હતી. આ સંસ્કૃત ગૌરવ યાત્રા દ્વારા સંસ્કૃત
ભાષા પ્રત્યેનો પ્રેમ, ગૌરવ અને જનજાગૃતિનો સંદેશ સમગ્ર સમાજ
સુધી પહોંચાડવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી
ટીમના જિલ્લા સંસ્કૃત બોર્ડ નોડલ જી. જી. નાકર, એસ. એસ. ભાટી,
મુકેશ પ્રસાદ, ધર્મેન્દ્ર પરમાર, જિગર દવે સહિતની ટીમે જહેમત ઊઠાવી હતી.