• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ખાવડાના આર.ઇ. પાર્ક પાસે ત્રણ ગાડીમાંથી 5.50 લાખના સામનની ચોરી

ભુજ, તા. 25 : ખાવડાના આર.ઇ. પાર્ક નજીક ટી-પોઇન્ટ રોડ પાસે પાર્ક ગાડીઓમાંથી બસબારની પ્લેટો નંગ 232 જેની અંદાજે કિં.રૂા. 5.50 લાખની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે નખત્રાણા તાલુકાના લાખિયારવીરા સીમમાંથી રૂા. 49 હજારના વાયરની અને સિનુગ્રાની વાડીએથી પણ બોરના વાયર તથા વજનકાંટો અને સામાનની તસ્કરી થતાં ગુનો દાખલ થયો છે. ગઇકાલે ખાવડા પોલીસ મથકે ટ્રાન્સપોર્ટ પેઢીના કર્મચારી સુરેશભાઇ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 21/8ના રાત્રે તેમની ટ્રાન્સપોર્ટ પેઢીની ત્રણ ટ્રક આર.ઇ. પાર્ક એન.ટી.પી.સી. કંપની ટી-પોઇન્ટ રોડ પર પાર્ક કરી ચાલકો સૂઇ ગયા હતા અને સવારે ઊઠીને જોતાં ત્રણે ગાડીમાં રાખેલી લાકડાની પેટીઓ તૂટેલી હતી, જેમાં ધાતુની પ્લેટો ચોરાઇ ગઇ હતી. આમ અજાણ્યા ચોર ઇસમે બસબારની કુલ્લ 232 પ્લેટ જેની અંદાજે કિં.રૂા. 5,50,000ની ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજીતરફ નખત્રાણા પોલીસ મથકે આજે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 6/8થી 13/8 દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ લાખિયારવીરાની સીમમાં કે.પી. એનર્જી લિ.ની 33 કે.વી. વીજલાઇનના થાંભલા પરથી વાયરો કાપી ચોરી કરી લઇ ગયો છે. અંદાજે રૂા. 49,000ના મુદ્દામાલની ચોરી થયાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે તપાસ આદરી છે. આ ઉપરાંત આજે અંજાર પોલીસ મથકે સિનુગ્રાના કુંજભાઇ બિપિનભાઇ વાઢેર (મિત્રી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દાદાના નામે સીમમાં જમીન આવેલી છે જેના પર પરિવાર ખેતી કરે છે. આ વાડીએથી ગત તા. 21/8ના રાતથી બીજા દિવસની સવાર સુધી કોઇ અજાણ્યો ચોર ઇસમ બોરનો કેબલ, વજનકાંટો, લાકડા કાપવાનું મશીન એમ કુલ્લે રૂા. 15,940ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયો છે.

Panchang

dd