• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

તબીબી વ્યવસાયમાં આવતા કાયદાકીય પડકારો વિશે માર્ગદર્શન અપાયું

ભુજ, તા. 25 : ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ભુજ, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન ભુજ અને ડેન્ટલ ક્લબ ઓફ ભુજ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકોલીગલ કોન્કલેવ-2026નું ભુજ ખાતે આયોજન કરાયું હતું. "Every Clinical Decision Has a Legal Dimension" થીમ આધારિત આ શૈક્ષણિક કોન્કલેવ માટે 200થી વધુ ડોક્ટરો અને ડેન્ટલ પ્રોફેશનલ્સે નોંધણી કરાવી હતી, જેમાંથી 160થી વધુ ડોક્ટરો અને ડેન્ટલ પ્રોફેશનલ્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તબીબી વ્યવસાય સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ કાયદાકીય, નૈતિક અને મેડિકોલીગલ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાત વક્તાઓએ તબીબી વ્યવસાયમાં આવતા કાયદાકીય પડકારો, ડોક્ટરોની જવાબદારીઓ અને યોગ્ય દસ્તાવેજીકરણ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. ડો. એમ. સી. પટેલ અને ડો. દિલીપ બી. વાલકે પોતાના અનુભવ અને જ્ઞાનથી ઉપસ્થિત ડોક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. આઠ સભ્ય દ્વારા મેડિકોલીગલ પેનલ ચર્ચા કરાઇ હતી. પેનલમાં ચાર ડોક્ટર ઉપરાંત એડવોકેટ રાજેશ ઠક્કર, હેમસિંહ ચૌધરી, ડીવાય.એસ.પી. એમ. જે. ક્રિશ્ચિયન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. આર. જેઠી જોડાયા હતા. પેનલ ચર્ચામાં તબીબી વ્યવસાય સાથે જોડાયેલા વિવિધ કાયદાકીય અને વ્યવહારુ પ્રશ્નો પર ઉપયોગી ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇએમએ પ્રમુખ ભુજના ડો. વિશાલ જોશી, ઉપપ્રમુખ ડો. ઘનશ્યામ પરમાર, સેક્રેટરી ડો. આનંદ હીરાણી, ડો. મોનિલ શાહ અને ડો. કૃપાલસિંહ જાડેજાનો મહત્ત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. ડેન્ટલ ક્લબ ઓફ ભુજ એસોસિયેશનના પ્રમુખ ડો. સમીર શાહ, ઉપપ્રમુખ ડો. જિગર ઠક્કર, ડો. મિલિંદ જોશી, ડો. હિમાંશુ મોરબિયા અને ડો. જિગર પટેલ તેમજ ભુજ એનએમઓ ભુજ તરફથી ડો. પન્ના રૂડાણી, ડો. દિવ્યરાજસિંહ જાડેજા અને ડો. સંગીન ભુડિયાએ સહયોગ આપ્યો હતો. આયોજન સમિતિમાં ડો. નરેન્દ્ર હીરાણી, ડો. દીપક સુથાર, ડો. સુરેશ રૂડાણી, ડો. વિજય ગોસ્વામી, ડો. સંજય ઉપાધ્યાય, ડો. નિસર્ગ દેસાઇ અને ડો. પાર્થરાજસિંહ જાડેજાએ કામગીરી સંભાળી હતી. આઇએમએ ભુજ, એનએમઓ ભુજ અને ડેન્ટલ ક્લબ ઓફ ભુજ એસોસિયેશન દ્વારા આયોજિત આ કોન્કલેવને ઉપસ્થિત ડોક્ટરો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ તબીબી તથા દંતચિકિત્સા ક્ષેત્ર માટે એક ઉપયોગી અને સફળ શૈક્ષણિક કાર્યક્રમ સાબિત થયો હતો.

Panchang

dd