કોઠારા, તા. 25 : અબડાસા તાલુકાના કોઠારાની ગૌરવપૂર્ણ
તીર્થગામ તરીકે પસંદગી થઈ છે. કનકપુરના સરપંચ ચંદ્રિકાબેન રંગાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકારની તીર્થગ્રામ યોજના અંતર્ગત કનકપુર
ગામની `તીર્થગામ' તરીકે પસંદગી થઈ છે. તીર્થગ્રામ યોજના માત્ર
એક પુરસ્કાર નથી, પરંતુ ગામમાં શાંતિ, સામાજિક
એકતા, ભાઈચારો અને સુમેળની ભાવનાને પ્રોત્સાહન આપતી લોકહિતલક્ષી
પહેલ છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગામમાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓથી મુક્ત શાંતિપૂર્ણ
વાતાવરણ જાળવવા બદલ મળેલી આ માન્યતા કનકપુરના જાગૃત અને જવાબદાર ગ્રામજનોની એકતા અને
સંસ્કારનું ગૌરવપૂર્ણ પ્રતાબિંબ છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાત સરકાર દ્વારા કનકપુર
ગામને રૂા. પાંચ લાખની વિકાસલક્ષી સહાય ફાળવવામાં આવી છે. આ સહાયથી ગામના વિકાસકાર્યોને
વધુ વેગ મળશે અને કનકપુરને સ્વચ્છ, સુંદર, સુવિધાસભર અને આદર્શ ગામ બનાવવાના સંકલ્પને નવી શક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે,
આ ગ્રામ પંચાયતને અગાઉ પણ નિર્મળ ગ્રામ પુરસ્કાર, શ્રેષ્ઠ પાણી સમિતિનો એવોર્ડ જલ જીવન મિશન પશ્ચિમ ભારતમાં દ્વિતીય નંબર મળી
ચૂક્યા છે.