• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

દયાપર દશનામ ગોસ્વામી સમાજે તેજસ્વી તારલાઓને સન્માન્યા

દયાપર, તા. 12 : અહીંના કમલેશ્વર મહાદેવ મંદિર મધ્યે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો. વર્ષની જેમ આ વર્ષ પણ આદી ગુરૂ શંકરાચાર્યજીની આરતી કરવામા આવી ત્યારબાદ  ગુરૂ શંકરાચાર્યજીની છબીનુ ચંદન ચોખા પુષ્પો દ્વારા પુજન કરાયું હતું. વડીલોના હાથે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. બાળકોને સ્કૂલ બેગ સાથેની અભ્યાસ કીટ દાતા રાજેન્દ્રગિરિ નથુગિરિ ગોસ્વામી ગઢશીશા પરિવાર તરફથી તેમજ બીજા દાતા અભ્યાસ પેટે કંપાસ બુક કીટના દાતા સ્વ. હંસાબેન હિમતપુરી ગોસ્વામી પરિવાર દયાપર તેમજ ત્રીજા દાતા સ્વ. ચંચલગિરિ પ્રસાદગિરિ ગૌસ્વામી પરરિવાર દયાપર દ્વારા અપાઇ હતી. બાળકોમાં ધાર્મિક સમજણ વધે એ માટે દેવી-દેવતાઓના પ્રશ્નોત્તરી સ્પર્ધાત્મક જેમા 30 પ્રશ્નનો પુછવામાં આવ્યા હતા. પુનિતપુરી / જિતેશગિરિ કાર્યક્રમનુ સંચાલન આભારવિધી પુનીતપુરી ગૌસ્વામીએ કર્યા હતા.

Panchang

dd