• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

અંજાર : પૂર્વ કચ્છ આરટીઓમાં 140 અરજદાર પરીક્ષા આપ્યા વિના પરત ફર્યા

અંજાર, તા. 10 : પૂર્વ કચ્છની પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ (આર.ટી.ઓ.)ની કચેરીમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સર્જાયેલી ખામી કારણે ડ્રાઈવિંગ લાયન્સ માટે પરીક્ષા આવેલા આપવા આવેલા અરજદારોને ધક્કો પડયો હતો. વારંવાર સર્જાતી આ પ્રકારની સમસ્યાને લઈને અરજદારોમાં રોષની લાગણી પ્રસરી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અંજાર આર.ટી.ઓ. કચેરીમાં એ.આઈ. સંચાલિત ડ્રાઈવિંગ ટેસ્ટિંગ ટેક ઉપર પરીક્ષા આપવા માટે આજે  દ્વિ-ચક્રિય અને ફોર વ્હીલરના અંદાજિત 140 જેટલા અરજદાર પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જી-સ્વાનનું ઈન્ટરનેટ ન ચાલતું હોવાના કારણે આ કામગીરીને અસર પડી હતી. આજે પરીક્ષા લેવાઈ જશે તેવી આશા સાથે સવારે આવેલા અરજદારોએ સાંજ સુધી પ્રતીક્ષા કરી હતી. લાંબા સુધી પ્રતીક્ષા કર્યા બાદ પરીક્ષા લેવાની પ્રક્રિયા હાથ ન ધરાતાં નારાજ થયેલા અરજદારોને  હલ્લાબોલ કરીને જવાબદાર અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે આર.ટી.ઓ. અધિકારી પી.એમ. ચૌધરીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, આજે સવારથી જી-સ્વાનના ઈન્ટરનેટમાં ખામી સર્જાઈ હતી. આ અંગે સંબંધિતો સમક્ષ રજૂઆત કરવા સહિતના ત્વરિત સ્થાનિક કક્ષાએ પગલાં લેવાયાં હતાં. એ.આઈ. ડ્રાઈવિંગ ટેસ્ટમાં અન્ય વૈકલ્પીક વ્યવસ્થા ન હોવાના કારણે પરીક્ષા લઈ શકાઈ ન હતી.. નોંધપાત્ર છે કે, આર.ટી.ઓ. કચેરીમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી અંગે છેલ્લા લાંબા સમયથી સમસ્યા સર્જાય છે. દૂર-દૂરથી આવતા અરજદારોની સુવિધામાં વધારો થાય તે માટે જવાબદારો યોગ્ય પગલાં ન ભરાતાં આ પ્રકારી સમસ્યા ઉદ્ભવતી હોવાની ફરિયાદો ઊઠી હતી.

Panchang

dd