• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ડેનમાર્કના રાજદૂતનું રોગાન કૃતિથી સન્માન

નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : કચ્છના ખાવડા નજીક સરહદી વિસ્તારમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ-વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટનું નિર્માણ થયું છે. હાલમાં જ આ સોલાર મહાપ્રોજેક્ટની મુલાકાતે ડેનમાર્કના રાજદૂત રાસમસ ક્રિસ્ટેનસેન મુલાકાત લીધી હતી. જ્યાં અદાણી ગ્રીન એનર્જીના અધિકારીઓ દ્વારા પાવરપટ્ટીના નિરોણા સ્થિત ટ્રેડિશનલ રોગાનકલાના પરિવાર દ્વારા નિર્માણ થયેલ ટ્રી ઓફ લાઈફની કૃતિ ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. ડેનમાર્કના રાજદૂતને આપવામાં આવેલી રોગાનની કલાકૃતિ યુવા કસબી અબ્દુલ હમીદ ખત્રી દ્વારા નિર્માણ કરવામાં આવી હતી. 400 વર્ષ જૂની પદ્મશ્રીનું બહુમાન મેળવેલી રોગાનકલાએ હાલ સમગ્ર વિશ્વમાં ભારે ધૂમ મચાવી છે. દેશમાં અવારનવાર આવતી વિદેશી મહાન હસ્તીઓને સત્કારવા માટે આ કલાની કૃતિ ભેટ આપવાનો સિલસિલો કાયમ રહ્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે વડાપ્રધાન પદે ચૂંટાયા પછી જ્યારે અમેરિકાનો પ્રથમ પ્રવાસ કર્યો ત્યારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલા સન્માન સમારંભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ તેમણે રોગાનકલાથી કંડારેલી કૃતિ જીવન કલ્પવૃક્ષ ભેટમાં આપવામાં આવી હતી, તેવું બાબુ માતંગની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd