ભુજ, તા. 24 : કચ્છના ગુજરાતી લેખિકા ડો.
દર્શના ધોળકિયાની સ્મૃતિકથા `ઓટલા દાવ' ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી અનુસ્નાતકના અભ્યાસક્રમમાં
પસંદગી પામી છે. આ અગાઉ આ પુસ્તક કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સ્નાતક કક્ષાના
અભ્યાસક્રમમાં પસંદગી પામી ચૂકેલું છે. આ કૃતિ અગાઉ `કચ્છમિત્ર' અને `કુમાર' સામયિકમાં
હપ્તાવાર પ્રગટ થઇ ચૂકી છે. પ્રસ્તુત કૃતિને કુમાર ચંદ્રક તેમજ કમલા પરીખ સ્મૃતિ ચંદ્રક
પ્રાપ્ત થયા છે. કચ્છ યુનિના. તૃતીય વર્ષના અભ્યાસકાળમાં પણ આ પુસ્તક સમમાવિષ્ટ થયું
છે.