ભુજ, તા. 13 : ચાર પેઢીથી બાંધણીના વ્યવસાય
સાથે સંકળાયેલા જેબુનિશાબેન ખત્રી ઘેરથી બાંધણીની વિવિધ પ્રોડક્ટના વેચાણનું કામ કરતા
હતા, પરંતુ રાજ્ય સરકારનો સાથ મળતા જેબુનિશાબેન પોતાનો
વ્યવસાય સમગ્ર ભારત સુધી વિસ્તારી શક્યા છે. માર્કેટિંગ પ્લેટફોર્મ થકી તેમને ઓળખ મળતાં
તેમની સીમિત આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેબુનિશાબેન ખત્રીએ જણાવ્યું કે,
બંધેજનું કામ અમારા લોહીમાં છે. અમારી ચાર પેઢી બાંધણીની કલા-કારીગરી
સાથે સંકળાયેલી છે. ઘરની ચાર દીવાલ બહાર નીકળીને આજે હું મારા નાનકડા બિઝનેશ દેશના
વિવિધ રાજ્યોના ગ્રાહકો સુધી લઇ જઇ શકી છું.
પહેલાં ભુજ સુધી ગ્રાહકો સીમિત હતા, પરંતુ હવે અનેક રાજ્યોમાં
વેચાણમેળામાં ભાગ લીધો હોવાથી ઘરબેઠા ઓર્ડર મળતા રહે છે.