ભુજ, તા. 13 : ડોક્ટરની સારવાર દરમ્યાન બેદરકારીના
કારણે કાયમી શારીરિક ખોડ રહી ગઈ હોવાની ફરિયાદ સાથે વળતરના રૂા. 38 લાખ વ્યાજ તેમજ ખર્ચ સહિત વળતરની
માગણી જિલ્લા ગ્રાહક કમિશને રદ કરી હતી. ભચાઉના રહેવાસી પ્રેમજી વરજાંગ પરમાર ભચાઉમાં
ખેતરમાં ખેતી કરતા હતા, તે દરમ્યાન
અકસ્માતે ઘાસ કાપવાનાં મશીનમાં હાથ આવી જતાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે તેઓ ગાંધીધામ
સ્થિત ઓર્થોપેડિક સર્જન ડો. હેમાંગ પટેલની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા બાદ જુદાં
- જુદાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. બાદમાં તેમણે રાજકોટમાં શેઠ જી.ટી. ઓર્થોપેડિક
હોસ્પિટલમાં સારવાર લીધી અને તે સારવારના આધારો સાથે તેમને ડો. હેમાંગ પટેલની સારવાર
દરમ્યાન તેમની બેદરકારીનાં કારણે ખૂબ જ તકલીફ ભોગવવી પડેલી અને કાયમી શારીરિક ખોડ રહેવા
પામી હતી. હકીકતો સાથે પ્રથમ ડોક્ટરને નોટિસ મોકલી હતી. રૂા. 38 લાખનું વળતર મેળવવા ફરિયાદ
રજૂ કરી હતી. મેડિકલ નેગ્લેજન્સ છે, તેવું સાબિત કરવામાં નિષ્ફળ રહેતાં જવાબમાં વિગતવાર રજૂઆતો કરી ઈજા પામનારે
ખોટી ફરિયાદ કરી પ્રતિષ્ઠાને ઈરાદાપૂર્વક હાનિ પહોંચાડવાના ઈરાદા સાથે ફરિયાદ કરી છે.
ડોક્ટર તરફે એડવોકેટની રજૂઆતો દરમ્યાન ડોક્ટરની સારવારના સમર્થનમાં રાષ્ટ્રીય કમિશન,
રાજ્ય કમિશનના તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવતાં જુદા-જુદા
14 ચુકાદાને વિસ્તૃત રીતે જિલ્લા
કમિશને ડો. પટેલની સારવાર દરમ્યાન તેમની કોઈ જ તબીબી બેદરકારી હોવાની હકીકત ફરિયાદી
સાબિત કરવામાં નિષ્ફળ રહેલ છે અને તેના આધારે ફરિયાદીએ રજૂ કરેલ ફરિયાદમાં જણાવેલ ક્લેઈમ
નામંજૂર કર્યો હતો. ફરિયાદી વતી ભુજના ધારાશાત્રી ભરતભાઈ ધોળકિયા, રાજેશભાઈ ઠક્કર તથા હાર્દિક જોબનપુત્રા હાજર
રહ્યા હતા.