• રવિવાર, 14 જૂન, 2026

પશ્ચિમ કચ્છ પોલીસની `સુપર-50'ને કચ્છ કહે છે ઓલ ધ બેસ્ટ !

ડો. પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 13 : આજે જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (ઋઙછઇ)ની પરીક્ષાનો ઘંટ વાગશે, ત્યારે રાજકોટનાં પરીક્ષા કેન્દ્રો પર કચ્છની 50 દીકરી માત્ર પેપર નહીં આપે, પણ પોતાનાં વતનની સરહદને સાચવવાનું સપનું સાકાર કરવા કલમ ચલાવશે.  પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સમગ્ર કચ્છ (પૂર્વ અને પશ્ચિમ)ના દરેક તાલુકામાંથી પસંદ કરાયેલી આ 200 યુવતીમાંથી ક્રીનિંગ ટેસ્ટ પાસ કરી પ્રથમ 50માં સ્થાન મેળવનારી આ દીકરીઓએ છેલ્લા ત્રણ મહિનાથી `ધ્યેય ખાખી' પ્રોજેક્ટ હેઠળ લેખિત પરીક્ષાની તનતોડ તૈયારી કરી છે. ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, આરાધના હોસ્ટેલના તથા અન્ય દાતાઓના સહયોગથી રહેવા- જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દીકરીઓને રાજકોટ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ઉપાડયો છે.  - ગયાં વર્ષની સફળતાની પરંપરા : ગયાં વર્ષે આયોજિત માર્ગદર્શન સેમિનારમાં દીકરીઓએ ગામડાંમાં મેદાન અને લાયબ્રેરીના અભાવની રજૂઆત કરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે શરૂઆતમાં બેરેકની વ્યવસ્થા આપી, જેમાં 103 દીકરીમાંથી 75 શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થઈ અને આખરે ચાર દીકરી કોન્સ્ટેબલ તરીકે તથા ત્રણ દીકરી જજઇ-ઋઉમાં પસંદ થઈ હતી. આ સફળતાથી પ્રેરાઈને આ વર્ષે બીજા તબક્કામાં વધુ આયોજન માટે બળ મળ્યું.  - વતનમાં ભરતીથી સરહદ બનશે વધુ સુદૃઢ : સામાન્ય રીતે સરહદી એવા કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવતા પોલીસકર્મીઓ થોડા સમયમાં વતન બદલી કરાવીને ચાલ્યા જાય છે, જેનાં કારણે અહીં સ્ટાફની ભારે ખોટ વર્તાય છે. સરકારે આપેલી છૂટ મુજબ કચ્છમાં અનેક જગ્યાઓ ખાલી હોવાથી આ દીકરીઓ જો પાસ થશે તો વતનમાં ફરજ બજાવીને સરહદની રક્ષાને મજબૂતાઈ બક્ષવા તાકાતવાન બનશે. - ભરતીનું ગણિત : ગુ. પો. ભ. બોર્ડ દ્વારા પોલીસ વર્ગ-3 હેઠળ કુલ 13,591 જગ્યા માટે સીધી ભરતી યોજાઈ રહી છે, જેમાં પીએસઆઈ : 858, લોકરક્ષક કેડર : 12,733 જગ્યા (બિનહથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, જછઙિ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીનો સમાવેશ). - એસપી વિકાસ સુંડાની `સરપ્રાઈઝ વિઝિટ' અને સતત મોનિટરિંગ  : આ સમગ્ર પ્રકલ્પ પશ્ચિમ કચ્છ એસપી (જઙ) વિકાસ સુંડાની સીધી દેખરેખ હેઠળ ચાલ્યો છે. તેમણે સમયાંતરે `સરપ્રાઈઝ વિઝિટ' કરીને દીકરીઓનો ઉત્સાહ વધાર્યો છે અને મૂલ્યાંકન રિપોર્ટ મેળવીને દીકરીઓની પ્રોગ્રેસ જર્ની પર જાતે માર્ગદર્શન પૂરું પાડયું છે. - ખાખી પાછળનો `પારિવારિક' હાથ : ખુદના ભાઈની પરીક્ષાનું કેન્દ્ર કયાં આવ્યું છે એ ખબર નથી, પરંતુ આ તાલીમ હેઠળ આવેલી દરેક યુવતીની પળેપળની ખબર રાખનારા બિનવતની એએસઆઈ શીતલબેન નાઈ અને સમગ્ર ટીમે નોકરી ઉપરાંત સમય ફાળવ્યો છે અને કહ્યું કે, ટીમ રોજ દીકરીઓને એક જ પ્રશ્ન પૂછે છે, `તમે કોણ છો અમારા ?' અને સામેથી એક જ અવાજ ગુંજે, `પરિવાર !' મોક ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે ત્યારે દીકરીઓને પંપાળી છે અને જરૂર પડી ત્યારે ભૂલો સુધારવા કડકાઈ વાપરી છે. - પાંચમા ધોરણનું સપનું હવે પૂરું થશે : ગઈ ભરતીમાં માત્ર 0.75 માર્ક્સ માટે રહી જતાં હું હતાશ થઈ ગઈ હતી, પણ ટીમે મારો આત્મવિશ્વાસ પાછો આપ્યો. મેં ધોરણ પાંચથી જ ખાખી વરદીનું સપનું જોયું છે. સમાજમાં રહીને એક મહિલા ઘર સાચવે છે, પણ પોલીસમાં આવીને સમગ્ર સમાજની સેવા કરવાનો મોકો મળે છે. મને પોલીસની છબી બદલવી છે.  -પ્રિયા દેવજી માંગલિયા (સામત્રા, તા. ભુજ) - ગામડાં અને શહેરનું અનોખું મિલન : અહીં વિષયાનુસાર વિવિધ નિષ્ણાતોનાં માર્ગદર્શન હેઠળ લેખિતની કડક તૈયારી કરાવાઈ છે. સમગ્ર કચ્છમાંથી દીકરીઓ આવી હોવાથી અહીં એક અનોખી એકતા જોવા મળી છે - જાણે શહેર અને ગામડાંનું મિલન! માત્ર પરીક્ષા જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યો અને શિસ્તના પાઠ આ તાલીમનું મુખ્ય આકર્ષણ રહ્યા છે.  -અંજલિ ગણેશભાઈ વાઘેલા (આધોઈ, તા. ભચાઉ) 

Panchang

dd