• રવિવાર, 14 જૂન, 2026

અંતરજાળના બુટલેગર સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું

ગાંધીધામ, તા. 13 : પ્રોહીબિશનની  ગેરકાયદે પ્રવૃત્તિ કરતા શખ્સ સામે પાસાનું શસ્ત્ર  ઉગામવામાં આવ્યું છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી  બકાભાઈ ઉર્ફે  બકુલ શકતાભાઈ ભરવાડ  (અંતરજાળ) સામે અંજાર, રાપર અને ગાંધીધામ  એ-ડિવિઝન પોલીસ મથકે શરાબ હેરફેરના પાંચ જેટલા ગુના નોંધાયા હતા.  એલસીબી દ્વારા આરોપી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને પોલીસવડા દ્વારા જિલ્લા કલેક્ટર તરફ મોકલી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ  દરખાસ્ત  મંજૂર રાખી  પાસા વોરંટ ઈસ્યુ કર્યે હતો.  પોલીસે આરોપીની પાસા તળે ધરપકડ કરી વડોદરા જેલ હવાલે કર્યો હતો.  

Panchang

dd