વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 11 : ખાનગી શાળાઓ
બંધ થઇ રહી છે અને સરકારી શાળાઓ શરૂ થઇ રહી છે. ચાલુ સાલે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓએ
વધુ ગતિથી મેદાન માર્યું છે તે નોંધપાત્ર પરિવર્તન છે તેવી વાત કરતા રાજ્યના ઉચ્ચ શિક્ષણ
અને ટેકનિકલ શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગાએ સમગ્ર કચ્છને ગુજરાતનું રોલમોડેલ બનાવવા
બદલ સમગ્ર શિક્ષણ તંત્રને બિરદાવ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને શ્રી છાંગા,
દાતાઓના હસ્તે 867 તેજસ્વી છાત્ર-છાત્રાઓ, 200 જેટલી 100 ટકા પરિણામવાળી શાળાઓને સન્માનિત
કરાઇ હતી. સમગ્ર કચ્છનું નવનીત કેરામાં હાજર છે,
જે દેશ-રાજ્યને તો પ્રદાન આપશે જ અને સાથે જિલ્લાની આવતીકાલ પણ ઉજળી
કરશે. સમગ્ર ગુજરાતમાં નવતર કાર્ય કરનારા તંત્ર અને કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ
ટ્રસ્ટનું પ્રદાન અદ્વિતીય છે તેમ કહેતાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી છાંગાએ રાજ્ય સરકાર
દ્વારા ભુજ, ગઢશીશામાં કોલેજ, સિનુગ્રામાં
કૃષિ કોલેજ, અંજારમાં પોલીટેનિક શરૂ કરવા પ્રક્રિયા હાથ ધરાઇ
હોવાનું જણાવતાં છાત્ર-છાત્રાઓ, શિક્ષકોને બિરદાવાયા હતા. વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન 100 ટકા નામાંકન, કન્યા કેળવણી, છેવાડાના
ગામોમાં સરકારી શાળાઓના ઓરડા, શૌચાલય સહિતની સુવિધાની ક્રાંતિ
કરીને પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણમંત્રીએ પ્રગતિ
તેજ રફતારથી આગળ ચલાવી તેનો ઉલ્લેખ કરતા યુવા અને તેજસ્વી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કચ્છની
સ્પેશિયલ ભરતી માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે છાત્રોને રૂચિના વિષય પસંદ
કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે 100 ટકા પરિણામ મેળવનારી 200 જેટલી શાળાના આચાર્યોનાં સન્માન કર્યાં હતાં. ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરીએ લક્ષ્ય નક્કી કરી હાંસલ કરવા પ્રતિબદ્ધ થવા હાકલ કરી હતી. જિલ્લા પંચાયત
પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઇ
પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ
જાડેજા, અનિરુદ્ધભાઇ દવે, કલેક્ટર અનિલ
રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ શુભેચ્છા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત સન્માનને સફળ
કરનારી ટીમને બિરદાવાઇ હતી. સ્વાગત પ્રવચન શિક્ષણાધિકારી સંજય પરમાર, આભાર પૃથ્વીરાજસિંહ ઝાલએ કયા હતા. સરપંચ મદનગિરિ ગોસ્વામી, ઉપસરપંચ ગિરિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઇ
ચાવડા, તાલુકા સદસ્ય પ્રવીણભાઇ આહીરે શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના
મોભીઓ નવીનભાઇ પાંચાણી, લેવા પટેલ સમાજ ટ્રસ્ટી રવજીભાઇ કેરાઇ,
સંસ્થાના પ્રમુખ દેવેન્દ્રભાઇ વાઘજિયાણી, ડો. દિનેશ
પાંચાણી, સુરેશભાઇ ભુવા, ધીરજભાઇ લાધાણી,
અનિલ ભુવા, નરેન્દ્ર ભોજાણી, ખજાનચી વિનોદભાઇ કેરાઇ, હિતેષભાઇ, મુકેશભાઈ વેકરિયા, રસોડા વિભાગમાં શૈલેષ ભુવા,
અરજણભાઇની સમગ્ર ટીમ, શાળાના વિવિધ વિભાગો,
આચાર્યો-સ્ટાફ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. શિક્ષણતંત્રને મદદરૂપ થવા બદલ
શિક્ષક વસંત પટેલનું સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાના હસ્તે સન્માન કરાયું હતું. કેળવણીકાર
કેસરાભાઇ પિંડોરિયા, આજુબાજુનાં ગામોના સરપંચ, પંચાયત સભ્યો, વિવિધ સંસ્થાઓના આગેવાનોની નોંધ લેવાઇ
હતી. રામાણિયાના પૂજાબેન રાજેશ પટ્ટણી કે જેણે બકાલું વેચતાં પરિવારને મદદરૂપ થઇ એ-વન
ગ્રેડ મેળવ્યો હતો તેણે પ્રતિભાવ આપતાં કર્મને મહત્ત્વની વાત કરી હતી, તો જે.પી. એન્ડ એલ.એસ. હાઇસ્કૂલના પાંચ પૂર્વ છાત્રો અગ્નિવીરમાં પસંદ થતાં
સન્માન કરાયું હતું. શાળાના લાલજી રૂડા ઓડિટોરિયમમાં છાત્ર-છાત્રાઓએ પ્રાર્થના-સ્વાગતગીત
રજૂ કર્યાં હતાં. શબ્દ સંકલન ભૂમિબેન ચોક્સી, હનીબેન રાઠોડે કર્યું
હતું. કુન્દનપરના દાતાઓ મનજીભાઇ હાલાઇ, લક્ષ્મણભાઇ પાંચાણી,
વાલજીભાઇ હાલાઇ, રવજીભાઇ હાલાઇ, નારાણ હાલાઇ, લક્ષ્મણભાઇ કેરાઇ, ડી. કે. કેરાઇ, માવજીભાઇ વેકરિયા તેમજ સુમિટોમો કું.ના
કિરણભાઇ ચાંદવાની, નિખિલભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર
સંકલનમાં નવીનભાઇ પાંચાણી, રવજીભાઇ કેરાઇ સહિતનાએ માર્ગદર્શન
આપ્યું હતું.