• શુક્રવાર, 05 જૂન, 2026

પર્યાવરણ જતન માટે ઉગેડી ગામ અગ્રેસર

નખત્રાણા, તા. 4 : ઉગેડી ગામ પર્યાવરણના જતન માટે અગ્રેસર રહ્યું છે. અહીં 10 હજાર તળપદી વનસ્પતિના વૃક્ષોનું રોપણ અને જતન કરાય છે. નખત્રાણા તાલુકા મથકથી 18 કિ.મી. અંતરે ધોરીમાર્ગને અડીને આવેલા ઉગેડી ગામે ગ્રામ પંચાયતના સરપંચ, કારોબારી સદસ્યો અને વિવિધ સંસ્થા-સમાજોના પર્યાવરણપ્રેમીઓ પર્યાવરણના રક્ષણ માટે કાયમ સક્રિય રહે છે. ગામના ઉત્સાહી યુવાન અને સક્રિય સરપંચ કરણભાઇ રબારીએ પર્યાવરણ દિનની ઉજવણીને અનુલક્ષીને કચ્છમિત્રને જણાવ્યું હતું કે, આ ગામના પાદરે તેમજ સીમતળના દેશી તળપદી જૂની વનસ્પતિ બાવળ, બોરડી, ખેર, થોડ, ગાંગેટી, ગુગળ, કુંભટ, હરમો, કુઢેર જેવા વૃક્ષોનું જતન કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશનના સહયોગથી 10 હજાર જેટલા દેશી વનસ્પતિ મીઠા વૃક્ષોનું રોપણ, ઉછેર અને જતન કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણના જતન માટેના ઉમદા કાર્યમાં સૌ ગ્રામજનો સંપૂર્ણ સહયોગ કરે છે. ગૌચરની જમીનમાં વાવેતર કરાયેલ 10 હજાર વૃક્ષના રક્ષણમાં પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. 

Panchang

dd