• શુક્રવાર, 22 મે, 2026

અંજાર સુધરાઈ દ્વારા 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

અંજાર, તા. 21 : અહીંની નગરપાલિકાની ટીમે 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો.`પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર` ના ભાગરૂપે ચાલતી વિશેષ ઝુબંશ તળે  120 માઈક્રોન થી ઓઁછી ઝાડાઈ ધરાવતી પ્લાસ્ટીકના વેચાણ અંગે તપાસ હાથ  ધરવામાં આવી હતી.દરમ્યાન પાલિકાની ટીમે હોલસેલ અને છૂટક પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા નું વેચાણ કરતા સ્થાનિક વેપારીઓ પાસેથી  આઠ હજારની કિંમતનો અંદાજે 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ કુલ રૂ.1500 નો  રોકડ  દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ  રશ્મિનભાઈ ભીંડે  માર્ગદર્શન હેઢળ પાલિકાની ટીમે કામગીરી હતી.શહેરીજનોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેચાણ ન અને ખરીદી ન કરવા પાલિકાએ એક યાદીમાં અનુરોધ કર્યો હતો. 

Panchang

dd