• શનિવાર, 23 મે, 2026

રેલડી ફાટક પાસેના ઓવરબ્રિજના નવા નક્શાનો વિરોધ

કુકમા, તા. 21 : નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મોટી રેલડી રેલવે ક્રોસિંગ પાસે નિર્માણ પામનારા ઓવરબ્રિજના નકસામાં બદલાવ બાદ સર્વે માટે આવેલા જમીન સંપાદન અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટી - ઈન્ડિયાનો સ્ટાફ વિ. સામે મોટી સંખ્યામરાં એકઠા થયેલા ખેડૂતોએ આક્રોશ સાથે વિરોધ નેંધાવ્યો હતા. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રથમ પ્લાન એમઆર નં. 01/148/17-18થી નિર્માણ માટે 2017માં તખ્તો ગોઠવાયો હતા. હાલે નવા પ્લાનથી લક્ષ્મી વિહાર ધામ તથા 19 ખેડૂતની બાગાયતની ગ્રીનબેલ્ટ જમીનની વચ્ચેથી ઓવરબ્રીજ નીકળતા અસરગ્રસ્ત ખેડૂતો ખેતી કરી શકશે નહીં. આ અંગે કામ શરૂ કરવાના સ્થળે સર્વે તકરી કબ્જા માટે આવેલા એનએચએઆઈ સમક્ષ 300થી વધુ ખેડૂતોએ વિરોધ નેંધાવી રજૂઆત કરી હતી. આ તબક્કે પોલીસનો કાફલો પણ સ્થળ પર જોવા મળ્યો હતો. સ્થળ પરથી ખેડૂત અગ્રણીના જણાવ્યા મુજબ, રેલડી ફાટક પાસે નિર્માણ પામનારા, ઓવરબ્રીજના નકસામાં અચાનાક બદલાવથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. નેશનલ હાઈવેનરા જુદા-જુદા સમયના જવાબદાર અધિકારીઓ દ્વારા દર  વખતે જુદા-જુદા જવાબો અપાતા સર્જાયેલી શંકાના પગલે ખેડૂતોએ જૈન આશ્રમ તથા કિંમતી બાગાયતી જમીન ગમે તે ભોગે બચાવવાનો સંકલ્પ લીધો છે. તથા જૂના પ્લાન મુજબ કામ થાય તેવી માંગ કરી છે. વિરોધ પ્રદર્શનમાં શશીકાન્તભા.ઈ પટેલ, ભા.કિ. સંઘ ગ્રામ્ય સમિતિના પ્રમુખ રમેશ પરમાર, ઉપસરપંચ ભરતસિંહ સોઢા, ઉત્તમ રાઠોડ, પુનાભાઈ આહીર, ગોપાલ આહીર, મંગાભાઈ આહીર, રજનીકાંત શાહ, વિનોદભાઈ શાહ, રાજુભાઈ ચાવડા, નારાણભાઈ વોરા, પ્રવીણ દબાસિયા, હરીભાઈ પટેલ, મૌનિક પટેલ, વીરમભાઈ આહીર, રમેશ આહીર સહિત ખેડૂતો જોડાયા હતા. 

Panchang

dd