• શુક્રવાર, 01 મે, 2026

છાત્રોની મહેનત, શિક્ષકોના માર્ગદર્શનથી શૈક્ષણિક ઉત્તમતા તરફ પ્રગતીશીલ

ભુજ, તા. 30 : શૈક્ષણિક ઉત્તમતા તરફ પ્રગતિશીલ સુર્યા વરસાણી એકેડેમીએ ધોરણ 10 ((ICSE) - શૈક્ષણિક વર્ષ 2025-26 ના પરિણામોમાં ફરી એકવાર સો  ટકા પરિણામ સાથે સિદ્ધિ હાંસલ કરી છે.  સાથે આ વર્ષે કુલ 12 વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા અને તમામ વિદ્યાર્થીઓએ 70 ટકાથી વધુ ગુણ મેળવી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ ક્રમે આરવ દર્શન ખંડોલ અને ત્રિનાભ સાન્યાલ બંનેએ 94.4% સાથે સંયુક્ત પ્રથમ, દ્વિતીય ક્રમે આહુતિ વિનય વેલાણી અને જાગૃતિ નાયક 90.4%, ઈવા શાહ 86.6% સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે. આહુતિ વિનય વેલાણી શારીરિક શિક્ષણ વિષયમાં 100/100 ગુણ અને આરવ દર્શન ખંડોલે રસાયણશાસ્ત્ર વિષયમાં 100/100 ગુણ મેળવી વિષયવાર ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના ટ્રસ્ટીઓએ આ પરિણામને `મજબૂત શૈક્ષણિક ધોરણ સ્થાપિત કરનારી સિદ્ધિ' ગણાવી હતી. આચાર્યએ  જણાવ્યું હતું કે આ પરિણામ સંસ્થાના ભવિષ્ય માટે દિશા નક્કી કરનારૂં છે અને આવનારા વર્ષોમાં વધુ ઉત્તમ પરિણામોની અપેક્ષા વ્યક્ત કરી હતી.  

Panchang

dd