અંજાર, તા. 28 : અહીંની તાલુકા પંચાયતની ચૂંટણીમાં
ફરી એકવાર ભાજપે બહુમતી મેળવી સત્તા પર કબજો જમાવ્યો હતો. જાહેર થયેલા પરીણામોમાં ભાજપે 15 બેઠકો જયારે કોંગ્રેસે 5 બેઠક પોતાના કબ્જામાં
લીધી હતી. તાલુકા પંચાયતની ચૂંટણીમા ભાજપ એકમાત્ર
ઉમેદવાર ને વિરા બેઠક પરથી રીપીટ કરવામાં આવેલ હતા.જે બીનહરીફ જાહેર થયા હતા,અને ત્યારબાદ 19 બેઠકોની ચૂંટણીના પરીણામો આજે જાહેર થયા હતા. જેની સાથે ઇતિહાસનું
પુનરાવર્તન થયું છે. ગત ચૂંટણીમાં પણ ભાજપે 15 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. આ વખતે પણ સમાન સ્થિતિ ઉભી
થતા રાજકીય વિશ્લેષકોમાં ભારે અચરજ અને ચર્ચા
જગાવી હતી. શહેરની શેઠ ડી.વી. હાઈસ્કૂલ ખાતે મતગણતરી પ્રક્રિયા
હાથ ધરાઈ હતી. પરિણામ જાણવા માટે આવેલા કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહયા હતા.દરેક રાઉન્ડના પરિણામો સાથે જ જયઘોષ અને ચર્ચાઓનો માહોલ સર્જાયો હતો. તાલુકા
પંચાયતની કુલ 19 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની
4 બેઠકો માટે મતગણતરી હાથ ધરાઈ હતી. સમગ્ર
પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ રહ્યું હતું. આ પરીણામમાં ચૂંટણીમાં ક્ષ્કેટલાક રસપ્રદ
વળાંકો પણ જોવા મળ્યા હતા. તાલુકા પંચાયતની પ્રતિષ્ઠા ભરી રતનાલ બેઠક પર ભાજપ પરાજીત મેજર અપસેટ સર્જાયું
હતું.કારણકે રાજ્યમંત્રી અને અંજાર ના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા તેમજ જીલ્લા ભાજપ ના
અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ રતનાલ ના સ્થાનિક છે.આમ એક રીતે હમેશા થી ભાજપ નો અભેદ કિલ્લો
માનવામાં આવતી તાલુકાની રતનાલ બેઠક ને કોંગ્રેસે ધ્વસ્ત કરવામાં સફળતા મેળવી હતી. આ
બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર ભરતભાઈ ભગુભાઈ વરચંદે ભાજપ ના ઉમેદવાર મ્યાજરભાઇ છાંગા
ને 704 જેટલા મતો થી હાર આપી હતી.
ઉપરાંત ચાંદ્રાણી બેઠક પર ભારે રસાકસી વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રમીલાબેન ખાટરીયા માત્ર
17 મતોના નાનકડા અંતરે ભાજપા ના
ગીતાબેન લાખાભાઇ પરમાર ને હાર આપી હતી. રસાકસી
ભર્યા માહોલ વચ્ચે મતગણતરી દરમિયાન તણાવપૂર્ણ અને ઉત્સુકતા ભર્યો માહોલ સર્જ્યો
હતો. તાલુકા ની મોડસર બેઠકને પણ ભારે રસાકસી
વાળી બેઠક માનવામાં આવતી હતી જ્યાં કોંગ્રેસ ના અગ્રણી અરજણભાઇ ખાટરીયા ને ભાજપ ના
ઉમેદવાર શામજીભાઈ બરારીયા એ 323 મતો થી હાર
આપી હતી.. સમગ્ર રીતે અંજાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય યથાવત રહ્યો છે, પરંતુ કોંગ્રેસની હાજરી અને કેટલીક બેઠકો પર
થયેલ કઠિન મુકાબલાઓ ના કારણે લોકો માં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યું હતું.