• બુધવાર, 29 એપ્રિલ, 2026

છ વર્ષ પૂર્વે જિલ્લા પંચાયતમાં થયેલી બે ઠેકેદારોની મારામારીમાં આરોપીને છ માસની સજા

ભુજ, તા. 28 : છ એક વર્ષ પૂર્વે કચ્છ જિલ્લા પંચાયતમાં બે ઠેકદારો વચ્ચે થયેલી મારામારીના બનાવમાં આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરુભા ગોપાલજી ઝાલા (ભુજ)ને છ માસની સાદી કેદની સજા તથા રૂા. 1400નો દંડ ફટકારતો ચુકાદો અદાલતે આપ્યો છે. ગત તા. 24/11/2020ના જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના રૂમમાં આરોપી સુરેન્દ્રસિંહે ફરિયાદી નીલેશભાઈ જયસુખભાઈ ઠક્કર સાથે અગાઉની અરજી બાબતે મનદુ:ખ રાખી બોલાચાલી કરી પોકર પંચ તથા હાથો-લાતો વડે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જે-તે સમયે વિવિધ કલમો તળે, ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરુભા ગોપાલજી ઝાલાને ચીફ જ્યુ.મેજિ. એમ.એમ. કુરેશીએ જુદી-જુદી કલમોમાં તકસીરવાન ઠેરવી કુલ મળીને છ માસની સાદી કેદ તથા કુલ રૂા. 1400નો દંડ અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદનો હુકમ કર્યો છે. સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિ હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd