• બુધવાર, 29 એપ્રિલ, 2026

આજે બંગાળમાં 142 બેઠક પર બીજા તબક્કાનું મતદાન

કોલકાતા, તા. 28 : પશ્ચિમ બંગાળમાં આવતીકાલે બુધવારે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. દક્ષિણ બંગાળના મતદારો 142 મતવિસ્તારોમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. દક્ષિણ બંગાળ ભૂતકાળની ઘણી ચૂંટણીઓથી મમતા બેનર્જીનો ગઢ રહ્યો છે, જ્યારે ભાજપ તેમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક મીડિયા હેવાલ મુજબ, બુધવારે યોજાનારી ચૂંટણીમાં દક્ષિણ બંગાળના કોલકાતા, હાવડા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓની 142 બેઠકો પર મતદાન થવાનું છે, તો  અન્ય મુખ્ય જિલ્લાઓ નાદિયા, હુગલી અને પારુબા બર્ધમાનનો પણ તેમા સમાવેશ થાય છે.  

Panchang

dd