ભુજ, તા. 28 : અહીંની પાલારા જેલમાં છુપાવીને
રાખેલો મોબાઇલ સિમ સાથે તેમજ રોકડા રૂા. એક હજાર પણ ઝડતી સ્ક્વોડને મળ્યાનો બનાવ સામે
આવ્યો છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અમદવાદની ઝડતી સ્ક્વોડના જેલર દેવશી રણમલભાઇ
કરંગિયાએ ગઇકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ઝડતી સ્ક્વોડે પાલારા જેલમાં તા. 27-4ના છાનબીન કરતાં જેલની અંદર
સર્કલ-2ની બેરક નં. 10ની બહાર આવેલા સંડાસ-બાથરૂમના બીજા નંબરના
બાથરૂમના પ્લાયવૂડના પોલાણમાંથી એક એન્ડ્રોઇડ મોબાઇલ સિમ સાથે તેમજ રૂા. 1000 મળ્યા હતા. આમ કોઇ અજાણ્યા
આરોપીએ જેલમાં પ્રતિબંધિત મોબાઇલ રાખી ગુનો કર્યા બાબત ફરિયાદ નોંધાવી છે. નોંધનીય
છે કે, જેલમાં પ્રતિબંધિત મોબાઇલ આ રીતે છુપાવ્યાના
અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, છતાં તેના મૂળ સુધી પહોંચી શકાયું
નથી. આજના બનાવમાં તો રોકડા રૂા. એક હજાર પણ મળ્યાનું સામે આવ્યું છે, જે ચોંકાવનારી બાબત છે.