• સોમવાર, 13 એપ્રિલ, 2026

સંઘવી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટને યંગ શાઇનિંગ સ્ટાર એવોર્ડ

ભુજ, તા. 12 : અહીંની જાણીતી સંઘવી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. ગૈરવ દિવાણી (પટેલ)ને તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત કોન્ફરન્સમાં `યંગ શાઇનિંગ સ્ટાર કાર્ડિયોલોજિસ્ટ એવોર્ડ'થી  સન્માનિત કરવામાં આવ્યા છે.સંઘવી હોસ્પિટલ મેનેજમેન્ટ કહે છે કે, આ વ્યક્તિગત સિદ્ધિ કરતાં હોસ્પિટલની પ્રતિબદ્ધતા આજે ઉત્તમ સારવાર-સેવાનું સન્માન છે.અમારા ડોક્ટરે ખૂબ ઓછા સમયમાં જ દર્દીઓમાં વિશ્વાસ અને શ્રદ્ધા ઊભી કરી છે. આધુનિક ટેક્નોલોજી, સચોટ નિદાન અને સમયસર ઇન્ટરવેન્શન દ્વારા તેમણે અનેક જટિલ કેસોમાં સફળતા પ્રાપ્ત કરી છે. ખાસ કરીને એન્જિયોપ્લાસ્ટી અને ઇમર્જન્સી કાર્ડિયાક કેરમાં તેમની કુશળતા નોંધપાત્ર રહી છે. આજના સમયમાં હૃદયરોગના કેસો યુવાનોમાં પણ વધી રહ્યા છે. સ્ટ્રેસ, બેસતી જીવનશૈલી, ખોરાકની ખોટી આદતો અને અનિયમિત સમયપત્રક તેનાં મુખ્ય કારણો છે. આવી સ્થિતિમાં સંઘવી હોસ્પિટલ સતત જનજાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે નિયમિત હેલ્થ ચેકઅપ, હાર્ટ અવેરનેસ પ્રોગ્રામ અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેવાઓ દ્વારા લોકોને સમયસર સારવાર મળે તે માટે પ્રયત્નશીલ હોવાનું યાદી ઉમેરે છે. આગામી સમયમાં પણ સંઘવી હોસ્પિટલ ઉચ્ચ સ્તરની કાર્ડિયાક કેર પ્રદાન કરવા, નવીન સારવાર  પદ્ધતિઓ અપનાવવા અને સમાજમાં હૃદય સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવા માટે પ્રતિબદ્ધ રહેશે. 

Panchang

dd