• સોમવાર, 13 એપ્રિલ, 2026

દહીંસરામાં પુલનાં અધૂરાં કામથી અકસ્માતની ભીતિ

દહીંસરા (તા. ભુજ), તા. 12 : ભુજ-માંડવી હાઈવે પર દહીંસરાથી ગઢશીશા જતા માર્ગે ડામર કામ કરાયું છે. હરિસરોવરના ઓગન પર પુલનું અધૂરું છોડાયેલું કામ સત્વરે પૂર્ણ કરવા માંગ ઊઠી હતી. હરિસરોવર પુલ સિમેન્ટ કોંક્રિટથી બનાવ્યા બાદ પુલ પરથી દીવાલ કામ અધૂરું છોડી દેવાતાં અને કોઈ આડશ કે દિશાસૂચક ન મુકાયા હોવાની ફરિયાદ સાથે અકસ્માતની ભીતિ વ્યક્ત કરાઈ હતી. કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન વિભાગ દ્વારા અંદાજે 19 કરોડના ખર્ચે કામનું ટેન્ડર પાસ કરાયું હતું. છ માસની સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાનું હોવા છતાં કામ પૂર્ણ ન થયું હોવાના કારણે વાહનચાલકો માટે ભયજનક સ્થિતિ સર્જાઈ રહી હોવાથી સત્વરે કામ પૂર્ણ કરવા માંગ ઊઠી હતી. 

Panchang

dd