ભુજ, તા. 12 : એમ.ઇ.એસ. કર્મચારી સંગઠન મુંબઇનું
79મું વાર્ષિક અધિવેશન ભુજ ખાતે યોજાયું હતું, જેમાં ભારતભરના ડિફેન્સ સિવિલિયન કર્મચારીઓના
પ્રશ્નો તેમજ સમાધાન માટે વિચાર વિમર્શ કરાયો હતો. ભુજ આર્મી કાર્યાલયથી રેલી સ્વરૂપે
રાજ્યગોર સમાજવાડીનાં પ્રાંગણમાં ધ્વજારોહણ કરી સલામી આપ્યા બાદ યુનિયન મુખ્યાલયના
પ્રમુખ સી.એસ. સુર્વેએ સંબોધન કર્યું હતું. વાયુદળ, ભૂમિદળ અને
સમુદ્રીદળના જવાનોને વીજળી, પાણી તેમ મકાન જેવી પાયાની જરૂરિયાતો
રાત દિવસ પૂરી પાડનારા સિવિલિયન સ્ટાફના સંગઠનના વડાઓ અને સદસ્યોની સમસ્યાના નિરાકરણ
માટેના પ્રયાસો કરાયા હતા. મુખ્ય ઉદ્ઘાટક કમાન્ડર વર્કસ એન્જિનીયર આર. કે. સિંધલ,
ઓલ ઇન્ડિયા ડિફેન્સ કર્મચારી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એસ. એન. પાઠક,
ઉપપ્રમુખ રાજેન્દ્ર જા. બાલકૃષ્ણ ગગનસિંઘ, સી.
એચ. સત્યનારાયણ કેરાલા યુનિયન, પુના યુનિયનના મુખ્ય પદાધિકારીઓ,
વાયુસેનાનાં આર. કે. યાદવ, થલ સેનાના એમ.આર. મીના
તેમજ ભુજ અને મુંબઇ મુખ્યાલયના પ્રતિનિધિઓ દ્વારા દીપ પ્રગટાવીને અધિવેશનનો પ્રારંભ
કરાયો હતો. આઠમા પગારપંચ, ડ્રેસ એલાઉન્સ, ભરતી, શ્રમ કાયદા વિગેરે બાબતે વિસ્તૃત જાણકારી અપાઇ
હતી, કર્મચારીઓની પડતર માગણી અને સમસ્યાઓના ઉકેલ માટે બાંહેધરી
અપાઇ હતી, ત્રણેય શાખાના કર્મચારીઓ સાથે નિવૃત થઇ ગયેલા કર્મચારીઓ
તથા પદાધિકારીઓનો પણ આર્થિક અને અન્ય કામગીરીમાં સહકાર મળ્યો હતો. અધિવેશનને સફળ બનાવવા
પ્રમુખ અરજણ હીરાભાઇ આહીર, મંત્રી કે.એન. તિવારી, એરિયા મંત્રી પી.એફ. જોયસન, નલિયાનાં પ્રમુખ ભરત ભીલ,
ભુજ આર્મી શાખાના પ્રમુખ આત્મારામ મહેશ્વરી, જિગર
એમ. ગોર, દિપેન્દ્રસિંહ, પી.એસ. જાડેજા,
અફઝલ શેખ,વીરેન્દ્રસિંહ જાડેજા, હરદેવ દેવાત્કા, ભોલીમ હુશેન, કલ્પેશ
ડુંગરિયા, દીપેન મોતા, જિજ્ઞેશ ધોળુ સહિતે
જહેમત ઉઠાવી હતી.