નખત્રાણા, તા. 4 : ભુજથી નખત્રાણા 50 કિ.મી. રાજ્ય માર્ગ હસ્તકનો
ધોરીમાર્ગના મરંમતનું કાર્ય પૂર્ણતાના આરે હોવાથી વાહનચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી.
લાંબા સમયથી બિસમાર હાલમાં આ માર્ગને અનેક રજૂઆતોના અંતે ડામર કામ શરૂ થતાં ભુજથી 35 કિ.મી.ના અંતરે પુંઅરેશ્વર
સુધીનું કામ પૂર્ણ થયું છે અને બાકીના 15 કિ.મી.નું કાર્ય સપ્તાહમાં પૂર્ણ થશે તેવું કોન્ટ્રાક્ટર સૂત્રો
દ્વારા જાણવા મળ્યું હતું. તંત્ર દ્વારા રસ્તાકામ કરાતાં વાહન પરિવહન કરતા ચાલકોને
હાશકારો અનુભવાયો હતો. બીજીતરફ અઢી વર્ષ અગાઉ આવેલા બિપોરજોય વાવાઝોડાંમાં માર્ગમાં
લગાવેલા શહેરી વિસ્તારના કિ.મી.ના અંતર દર્શાવતાં સાઇનબોર્ડ તૂટી ગયાં છે તેમજ ટૂંકા
અંતરના કિ.મી. બતાવતા સિમેન્ટના ટોડાનું સમારકામ થયું ન હોવાની ફરિયાદો કરાઇ હતી. વાહનચાલકો
દ્વારા પૂરા ટોલ ટેક્સ, રોડ ટેક્સ
ભરાય છે, ત્યારે તંત્ર દ્વારા માર્ગમાં પડતી અસુવિધા સત્વરે પૂર્ણ
કરે તેવી માંગ કરાઇ હતી.